Western Times News

Gujarati News

સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસનું ગૌરવ

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (SPEC) ખાતે ડૉ. મેહુલ પટેલ સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટના બી.સી.એ વિભાગ ના હેડ તથા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપ્લાઇડ સાયન્સ (બી.એસ.સી) સંસ્થા માં આચાર્ય તરીકે ફરજ આપી રહ્યા છે. ડૉ. મેહુલ પટેલે Ph.D, MCA, MBA અને દક્ષિણ ભારતના અન્નામલાઈ યુનિવર્સિટી તથા બ્રહ્માકુમારીઝ
માઉન્ટઆબુના સંયુક્ત ઉપક્રમે ચાલતા અભ્યાસ મૂલ્યશિક્ષણ અને આધ્યાત્મિકતામાં M.Sc પૂર્ણ કરેલ છે.

તેમણે આણંદ, વિદ્યાનગર સંચાલિત વિવિધ કોલેજો જેવીકે સી. પી. પટેલ એન્ડ એફ. એચ. શાહ કોમર્સ કોલેજ, વી. પી. સાયન્સ કોલેજ તથા આણંદ મર્કન્ટાઈલ કોલેજ માં 15 વર્ષ થી વધુ મુલાકાત વ્યાખ્યાનો આપ્યા છે. તેઓને ડિસેમ્બર-2020 માં “શ્રેષ્ઠ સંશોધક” પુરસ્કાર તથા એપ્રિલ 2022 માં “ઉત્તમ સેવા” પુરસ્કાર ચેન્નાઈ સ્થિત V. D. GOOD સંસ્થા તરફથી પ્રાપ્ત થયેલ છે. તેમણે Artificial Intelligence based
Smart. billing System & Application for the E-Commerce Sites પર માર્ચ-2022 માં પેટન્ટ પ્રકાશિત કરેલ છે

તેમણે 10 પુસ્તકો અને 39 સંશોધન પત્રો પ્રકાશિત કરેલ છે. તેઓ 5 ઇન્ટરનેશનલ જર્નલમાં સક્રિય રીતે સમીક્ષક અને સહયોગી સંપાદક તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ ડીઝાઈન સમિતિમાં સક્રિય પણે સભ્ય છે. આવી ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરવા બદલ સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ તેઓ માટે ગૌરવ ની લાગણી અનુભવે છે. આ ઉત્તમ સફળતા પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.