સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલમાં N.S.S અંતર્ગત ‘વિશ્વ પર્યાવરણ દિન કાર્યક્રમ’ યોજાયો

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલમાં તા:- ૦૫/0૬/૨૦૨૦ને શુક્રવારના ના રોજ એન.એસ.એસ અંતર્ગત ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિતે ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ ના કોઓર્ડીનેટર પ્રા.આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેનશ્રી ગીરીશભાઈ પટેલ અને સેક્રેટરીશ્રી શીતલભાઈ પટેલ તથા કેમ્પસ ડેવલોપમેન્ટ ડો.સ્વપ્નિલ પટેલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ભગિની સંસ્થાના આચાર્યશ્રીઓ ,એન.એસ.એસ ના કોઓર્ડીનેટર, અધ્યાપકગણ અને વિધ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સામાજિક અંતર જળવાય રહે તે રીતે સંસ્થાની દરેક કોલેજની આજુબાજુ વિવિધ વૃક્ષો અને છોડ જેવા કે લીમડો, ગુલ્મહોર, આસોપાલવ, આંબાનું રોપણ કરવામાં આવ્યું હતું.જે અધ્યાપકો “work From Home” કરી રહ્યા હતા તેઓએ પણ પોતાના ઘરે વૃક્ષારોપણ કર્યું હતું.આ ઉપરાંત સંસ્થાના ચેરમેનશ્રી ગિરિશ પટેલ સાહેબે COVID-19ની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી વૃક્ષોના વાવેતર અને વૃક્ષોના મહત્વ અંગે દરેક અધ્યાપકોને પ્રેરણા આપી હતી. આમ,ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.