સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં સત્યનારાયણ કથા યોજાઈ

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના બી. એસ. સી ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રાવણ માસ નિમીત્તે પ્રથમ પવિત્ર સોમવારના દિવસે “શ્રી સત્યનારાયણ દેવ કથા” નું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થામાં દર વર્ષે શિક્ષણ નું નવું સત્ર શરૂ કરવાની સાથે સત્યનારાયણ દેવની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં કથાકાર તરીકે હરીશ મહારાજ, બાકરોલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કથાનું મહ્ત્વ સમજાવતા પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને દરેક અધ્યાયની વિસ્તૃત માં સમજ પુરી પાડીને સુંદર રીતે વર્ણન કરી સૌને આશીર્વચન આપ્યા હતા.
આ કથાનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડો. સંજય ટેલર તથા સાંસ્કૃતિક સંયોજક પૂજા વૈદય ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કોલેજનાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના નિયમનું પાલન કરીને કથામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઉપરાંત કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ સર, સેક્રેટરી શ્રી શિતલભાઈ પટેલ સર તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ સર, ધર્મેશ પટેલ સર, વિકાસ પટેલ સર, બ્રિજેશ પટેલ સર, ભાવિન પટેલ સર એ અભિનંદન પાઠવ્યા હતા.