સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલનું ચોથાં સેમેસ્ટરનું ગૌરવ
અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં વર્ષ ૨૦૨૦-૨૧માં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એડ. સેમેસ્ટર-૪ ની પરીક્ષામાં કોલેજના પ્રશિક્ષણાર્થીઓએ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે,
જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં ટોપ-૧૦માં ૩ વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવેલ છે, જે અંતર્ગત સુરભિબેન ભરતભાઇ પટેલ ૯.૮૨ , ક્રિષ્નાબા અશોકસીંગ સિંધા ૯.૭૯ , પીનલબેન ફતેસીંગભાઈ ચૌધરી ૯.૭૯ મેળવે છે જે સંસ્થા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આ બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગીરીશભાઈ પટેલ,
સેક્રેટરીશ્રી શીતલભાઈ પટેલ, તમામ ટ્રસ્ટીગણ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ.પ્રભાત કાસરા અને સમગ્ર સ્ટાફે સારા પરિણામ બદલ પ્રશિક્ષણાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.