સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં ‘પ્રતિભાશોધ કાર્યક્રમ’ યોજાયો
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં તારીખ:- ૧૮/૦૩/૨૦૨૧ને સોમવારના રોજ પ્રશિક્ષણાર્થી ભાઈઓ અને બહેનો માટે ‘પ્રતિભાશોધ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાયૅ ડો.પ્રભાત કાસરા અને સાંસ્કૃતિક કાર્યક્રમના કન્વીનર ડો.સ્નેહલતા ઘાટોળના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કોલેજના આચાર્ય,અધ્યાપક્શ્રીઓ તથા પ્રશિક્ષણાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પ્રશિક્ષણાર્થીઓએ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક દુરી જાળવીને પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાની ભાગદારી નોધાવી હતી.
આ કાર્યક્રમમાં પ્રશિક્ષણાર્થીઓ દ્વારા ગઝલ,અભિનય-ગીત,નાટક,ડાન્સ,એકપાત્રીય અભિનય વગેરે જેવી પ્રતિભાથી પોતાની અંદર રહેલી સુશુપ્ત શક્તિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રશિક્ષણાર્થી કોમલ બેનીવાલ અને જયદીપ પરમારે કર્યું હતું તથા આભારવિધિ પ્રશિક્ષણાર્થી દિક્ષિતભાઈએ કરી હતી કાર્યક્રમના અંતે સૌ રાષ્ટ્રીયગીતનું સમૂહ ગાન કરી છુટા પડ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગીરીશભાઈ પટેલ અને સેક્રેટરી શ્રી શીતલભાઈ પટેલ તથા ટ્રસ્ટીશ્રી જૈમિન પટેલ,ધર્મેશ પટેલ, બ્રિજેશભાઇ પટેલ, વિકાસ પટેલ અને ભાવિન પટેલ સાહેબે શુભેચ્છા પાઠવી હતી.