સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિ.ના વિદ્યાર્થીઓએ ફોર્મ્યુલા SAE કાર બનાવી
નડિયાદ, સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના મિકેનિકલ વિભાગ વિધાર્થીઓએ SAE SUPRA નામની નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના મિકેનિકલ વિભાગના 24 વિદ્યાર્થીઓ દ્વારા તનતોડ મેહનત કરીને એક ફોર્મ્યુલા SAE કાર બનાવવામાં આવી હતી. દિલ્હીમાં આવેલી બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે SAE SUPRA નામની નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી કોલેજના વિદ્યાર્થીઓની ટીમ એ ભાગ લીધો હતો. તથા ગુજરાતમાંથી ફક્ત 2 જ ટીમ એ ભાગ લીધો હતો જે કોલેજ માટે ગૌરવની વાત છે.
આ પ્રોજેક્ટ ને સફળ બનાવવામાં સંસ્થા ના ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ, સેક્રેટરી શ્રી શીતલભાઈ પટેલ, સંસ્થાના આચાર્ય શ્રી પ્રો. (ડો) ભાવેશભાઈ શાહ ,ઇવેન્ટ કોર્ડિનેટર પ્રો. જય પટેલ તથા અન્ય ફેકલ્ટી અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ ખુબજ મહત્વનો ભાગ ભજવ્યો હતો.