સરદાર પટેલ યુનિવર્સિટીની યુજી અને પીજીની પરીક્ષામાં ૫૭ કોપી કેસ નોંધાયા
હાલમાં પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા ચાલી રહી છે
યુજીની પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ ચોથા સેમેસ્ટરમાં ૧૧ વિદ્યાર્થી કોપી કરતા ઝડપાયા
આણંદ, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષામાં ૫૭ કોપી કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ બી.કોમ ચોથા સેમેસ્ટરમાં ૧૧ વિદ્યાર્થી કોપી કરતાં ઝડપાયા છે. યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ-યુ.જીની મોટાભાગની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે, હાલમાં પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા ચાલી રહી છે.
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીની પરીક્ષા દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આમછતાં પરીક્ષા દરમ્યાન કોપી કરતાં ઝડપાયેલા વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નોંધવામાં આવ્યા છે.
યુનિવર્સિટીની પરીક્ષામાં બીસીએ ચોથા સેમેસ્ટરમાં 1, બીકોમ છઠ્ઠા સેમેસ્ટરમાં 6, બી.એસસી છઠ્ઠા સેમેસ્ટરમાં 2, બી.એ ચોથા સેમેસ્ટરમાં 8, બી.કોમ ચોથા સેમેસ્ટરમાં 11, બી.એડ ચોથા સેમેસ્ટરમાં 1, બીસીએ છઠ્ઠા સેમેસ્ટરમાં 1, બી.એ છઠ્ઠા સેમેસ્ટરમાં 1, એલએલબી છઠ્ઠા સેમેસ્ટરમાં 3, બી.એસસી ચોથા સેમેસ્ટરમાં 4, એમકોમ પ્રથમ સેમેસ્ટરમાં 1, એમએસડબલ્યુ પ્રથમ સેમેસ્ટરમાં 1, એમ.એડ બીજા સેમેસ્ટરમાં 1, બીબીએ ચોથા સેમેસ્ટરમાં 1, એમકોમ બીજા સેમેસ્ટરમાં 3, એલએલએમ બીજા સેમેસ્ટરમાં 1, એમ.એસસી સ્ટેટેસ્ટીક્સ ત્રીજા સેમેસ્ટરમાં 1, એમ.એડ પ્રથમ સેમેસ્ટરમાં 1, એમ.એમ હિસ્ટ્રી બીજા સેમેસ્ટરમાં 1, એમ.એસસી કેમેસ્ટરી ચોથા સેમેસ્ટરમાં 1, બી.એ બીજા સેમેસ્ટરમાં 4, બી.એ એલએલબીમાં 1 અને બી.એસસી બીજા સેમેસ્ટરમાં 1 મળીને કુલ 57 કોપી કેસ નોંધાયા છે.ss1