ગળતેશ્વર મહાદેવ મહી નદીમાં NDRFની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઈ
નડિયાદ, ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક એન.ડી.આર.એફની ટીમ દ્વારા જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમના સયોગથી મહી નદીમાં ફસાયેલ વ્યક્તિઓને બચાવવા અર્થે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું .
મોકડ્રીલ સવારે ૧૦:૦૦ કલાકે શરૂ કરવામાં આવેલ હતી જેમાં ગળતેશ્વર મુકામે સવારે ૧૦:૧૫ કલાકે મામલતદાર કચેરી ગળતેશ્વરના કંટ્રોલરૂમ પર ત.ક.મંત્રીશ્રી સરનાલ દ્વારા મહિ નદીમાં કુલ ૧૪ લોકો ડૂબ્યા હોવા અંગેની જાણ ફરજ પરના હાજર કર્મચારીને જાણ કરવામાં આવી હતી .
ત્યાર બાદ મામલતદાર , ૧૦૮ ની ટીમ , જીલ્લા કંટ્રોલ રૂમ , ટી.ડી.ઓ. ગળતેશ્વર પી.એસ.આઈ ને જાણ કરવામાં આવી હતી અને ત.ક.મંત્રી સ્થાનિક તરવૈયાઓને સ્થળ પર હાજર રહેવા ગામમા જાણ કરી હતી.
ઠાસરા , નડિયાદ ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી . ટી.ડી.ઓ ધ્વારા કંટ્રોલ રૂમમાં અવારનવાર લેવાયેલ પગલા અંગે અને તાજી પરિસ્થિતિ અંગે જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
નદીમાંથી બહાર કઢાયેલ વ્યક્તિઓને ૧૦૮ ધ્વારા અંબાવ પી.એચ.સી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા . ફસાયેલ સ્થાનિક અન્ય વ્યક્તિઓ રેસ્ક્યુ ટીમ દ્વાર દોરડાની મદદથી બચાવી લેવામાં આવેલ હતા . જ્યારે અન્ય બીજી જગ્યા પર પાવાગઢ તરફ જતા પદયાત્રીઓ મહી નદીમાં નહાવા પડતા તેઓ પૈકી ૮ વ્યક્તિઓ નદીના પાણીમાં ફસાઈ ગયા હતા . તેઓને એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ બોટની મદદથી બહાર કાઢવામાં આવેલ હતા .
ઉક્ત કામગીરીનું ઠાસરા પ્રાંત અધિકારી આર.એમ.શુકલા દ્વારા મોનીટરીંગ કરવામાં આવેલ હતું . આ મોકડ્રીલમાં સ્થાનિક સરપંચ , ત.ક.મંત્રી , મામલતદાર , ડિઝાસ્ટર મામલતદાર સાચીબેન દેસાઈ , પોલીસ ટીમ , ફાયરબ્રિગેડ ટીમ , તરવૈયાઓ , ૧૦૮ ની ટીમ અને NDRF માં ટીમ જોડાઈ હતી .