Western Times News

Gujarati News

સરપંચના ઘરે લૂંટ કરવા ઘૂસેલા દાહોદ ગેંગના 5 ઝડપાયા

(પ્રતિનિધિ) વાપી, વાપી તાલુકાના કરવડ ગામના – સરપંચ દેવેન્દ્ર લલ્લુભાઇ પટેલના ઘરે ગતરોજ ધાડપાડુ ટોળકી લુંટ કરવાના ઇરાદે ત્રાટકી હતી. જેની જાણ થતા ઘરવાળાઓએ ગામના લોકો તેમજ ડુંગરા પોલીસને જાણ કરતા પોલીસ ઈન્સપેક્ટર એસ.પી.ગોહિલ અને તેમની ટીમ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલીક કરવડ ગામે પહોચી લોકોની મદદથી ફરીયાદીના ઘરને કોર્ડન કરી સ્થળ ઉપરથી પાંચ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. કાર્યવાહી દરમ્યાન ડુંગરા પોલીસના ત્રણ પોલીસ કર્મચારીઓને – ઈજા થઈ હતી.

પોલીસે (૧) રણીયા બીજીયા મિનામા (રહે. ગામ. મોટી ખરજ તા.જી.દાહોદ) (૨) મેધુ વિરસિંહ મિનામાં (રહે. ગામ.મોટી ખરજ તા.જી.દાહોદ) (૩) પરેશ ગુમા સંગાડા (રહે. ગામ. ઇટાવા તા.જી.દાહોદ) (૪)સુનિલ મેથુ મિનામા (રહે. ગામ. મોટી ખરજ તા.જી.દાહોદ અને (૫) દિલીપ માનુભાઈ પારગી (રહે. બાલવાસા તા.થાદલા જી.જામ્બુવા એમ.પી.) ને કોર્ડન કરી પકડી લીધો હતો.

તેમજ બનાવ સ્થળ પરથી ફરાર અન્ય એક આરોપી હરમલ બચુભાઈ ગણાવ (રહેઃ નેલસુર, તાઃ ગરબાડા,જીઃ દાહોદ) ને પણ ગણતરીના કલાકો માં પકડી લેવામાં આવ્યો હતો. આ પકડાયેલ તમામ આરોપીઓ દાહોદની કુખ્યાત ધાડપાડુ ટોળકીના સભ્યો છે તેમજ તેમના વિરુદ્ધમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે.

આરોપીઓએ પુછપરછ દરમ્યાન જણાવ્યુ હતુ કે, ફરીયાદીના ઘરમાં સોનુ તથા મોટી માત્રામાં રોકડ રકમ રાખી હોવાની ટીપ બાબુ વજીર પટેલ (રહે. આસમા, મોતીલા ફળીયા તા.પારડી જી.વલસાડ) એ આપી હતી તેમજ આરોપી બાબુ પટેલે આરોપીઓને વલસાડ ખાતે બોલાવી તેની અર્ટીગિા કારમાં વલસાડ ખાતેથી બેસાડી કરવડ ગામે ફરીયાદીના ઘરથી થોડે દુર રસ્તા પર ઉતારી જતો રહ્યો હતો

અને કામ પુરુ થયા બાદ ફોન કરી પાછા લેવા આવવા માટે તેઓને જણાવ્યું હતું.બાબુ પટેલની ટેક્નીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ મારફતે શોધખોળ કરી તાબામાં લઇ પુછપરછ કરતા તેણે તેના મિત્ર પ્રદીપ પ્રેમચંદ રાઠોડ (રહે.ફલેટ નંબર-જી/૪, મા રેસીડન્સી, કંચનનગર, છીરી, તા.વાપી જી.વલસાડ) તથા કેતન કિશોર પટેલ (રહે. બલીઠા, દાંડીવાડ, તા.વાપી જી.વલસાડ) ને આર્થિક લાભની લાલચ આપી લુંટ

તેમજ ધાડ પાડવાના ઈરાદાથી તેઓને કોઈ મોટીમાત્રા મા રોકડ રકમ તેમજ સોનું રાખ્યુ હોય તેવા મકાનની માહિતિ આપવા જણાવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.