સરપ્રાઇઝ પાર્ટી બાદ યૂસેન બોલ્ટ કોરોના સંક્રમિત થયો
નવી દિલ્હી: દુનિયાની દિગ્ગજ સ્પોર્ટ્સ પર્સનાલિટી અને ૮ વાર ઓલમ્પિક મેડલિસ્ટ યૂસેન બોલ્ટને કોરોના વાયરલ થઈ ગયો છે. બોલ્ટે ૨૧ ઓગસ્ટે પોતાનો ૩૪મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેના થોડા દિવસ બાદ તે આ મહામારીની ઝપેટમાં આવી ગયો. બોલ્ટની બર્થડે પાર્ટીમાં અનેક મોટા નામ સામેલ થયા હતા.
બોલ્ટે થોડા દિવસ પહેલા કોરોનાની તપાસ કરાવી હતી, જેનું પરિણામ રવિવારે સામે આવ્યું છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ પણ તેમની પાર્ટીનો હિસ્સો બન્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોલ્ટ ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં છે. હજુ તેની એ વાતની પુષ્ટિ નથી થઈ કે તેમનામાં આ મહામારીના લક્ષણ જોવા મળ્યા છે કે નહીં. બોલ્ટના બર્થડે પર તેની ગર્લફ્રેન્ડ કાસી બેનેન્ટે સરપ્રાઇઝ પાર્ટી આપી હતી,
જેમાં ક્રિસ ગેલ, ક્રિસ્ટોફર માર્ટિન, લિયોન બેલી સહિત અનેક સેલિબ્રિટિઝ સામેલ થઈ હતી. જમૈકામાં ૧૪૧૩ કોરોનાના કેસ સામે આવ્યા છે અને ત્યાં આ મહામારીના કારણે ૧૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બોલ્ટે ત્રણ ઇવેન્ટમાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમનું નામ ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪ઠ૧૦૦ મીટર રિલેમાં વર્લ્ડ રેકોર્ડ છે. બોલ્ટે વર્ષ ૨૦૦૮, ૨૦૧૨ અને ૨૦૧૬ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. બોલ્ટે ૮ ઓલમ્પિક મેડલ ઉપરાંત ૧૧ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ, ૬ આઈએએએફ વર્લ્ડ એથલીટ ઓફ ધ યર ટાઇટલ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.