સરભાણ ગામે પ્રજાપતિ બ્રહ્મકુમારી દ્વારા શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી

ઉજવણી નિમિત્તે જર્મની થી પધારેલા વિદેશી મહેમાનોની હાજરીમાં ગામમાં શોભાયાત્રા નીકળી.
ભરૂચ: આમોદ તાલુકાના સરભાણ ગામે પ્રજાપતિ બ્રહ્મ કુમારી મંદિર ખાતે શિવરાત્રિ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.સૌપ્રથમ ભગવાન શિવલિંગની ડી જે ના તાલ સાથે શોભાયાત્રા નીકળી હતી જેમાં જર્મની થી પધારેલા બે વિદેશી મહેમાનો પણ જોડાયા હતા.સાથે ગામની કુવારીકાઓ પણ માથે કળશ લઈને શોભાયાત્રા માં સામેલ થઈ હતી.
ત્યારબાદ સભા યોજાઈ હતી જેમાં જર્મનીથી પધારેલા રેનાલ્ડભાઈએ ભારતીય સંસ્કૃતિ વિશે વાતચીત કરી હતી અને ભગવાન શિવ પ્રત્યેના પોતાના આધ્યાત્મિક વિચારો અને અનુભવો કહ્યા હતા.તેમજ જીવનમાં આવેલી બધી મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ અને હવે કોઈ મુશ્કેલી નથી તેમ જણાવ્યું હતું અને ભગવાન શિવ પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી હતી.આ ઉપરાંત બદ્રીશંકર જોશીએ પર્યાવરણ અને સજીવ ખેતી વિશે વાત કરી હતી.ડૉ.દિપક રાઠોડે તેમજ દેવજીભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સરભાણ બ્રહ્મકુમારીના સંચાલિકા પ્રીતિબેને આવેલ મહેમનનોનું સ્વાગત કર્યું હતુ.