સરસપુરમાં રૂપિયા આપવાની ના પાડતા નશાખોરે યુવાન પર ચાકુ વડે હુમલો કર્યોં
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં હાલમાં નશાખોરોને રૂપિયા ન આપતા તેમણે વ્યક્તિઓ ઉપર છરી- ચાકુ વડે હુમલો કર્યાની કેટલીક ઘટનાઓ સામે આવી છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. સરસપુર પોટલીયા ચાર રસ્તા આગળ નશાખોરને રૂપિયા આપવાની ના પાડતા તેણે યુવાન પર ચાકુ વડે હુમલો કરી છાતી સહિત શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડીહ તી. આ અંગેની વિગત એવી છે કે વિષ્ણુભાઈ પરમાર બાપુનગર, નરસિંહ મંદિર પાસે રહે છે. અને સરસપુર પોટલીયા ચાર રસ્તા નજીક આવેલી અગરબત્તીની ફેકટરીમાં કામ કરે છે.
ત્યાં નજીકમાં જ રહેતા ઝંડુ મારવાડી નામના શખ્સે તેમની પાસે પંદર દિવસ અગાઉ બે વખત નશો કરવા માટે રૂપિયા માંગ્યા હતા. જાે કે તેમણે આપ્યા નહોતા. બાદમાં ગુરૂવારે કામ પરથી ઘરે જતાં વિષ્ણુભાઈને ફરીથી ઝંડુ મળ્યો હતો. અને નશો કરવા માટે રૂપિયા માંગ્યા હતા. જાે કે વિષ્ણુભાઈએ નશા ખાતર રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઝંડુએ તેમને ગાળો બોલી હતી.
ઉપરાંત વિષ્ણુભાઈ કંઈ સમજે એ પહેલાં જ તેણે પોતાની પાસેથી છરી કાઢીને આડેધડ છાતીમાં તથા હાથ ઉપર મારતા વિષ્ણુભાઈ લોહીલુહાણ થઈ ફસડાઈ પડયા હતા. બુમાબુમ થત જ રાહદારીઓનુ ટોળુ એકત્ર થતાં ઝડુ ત્યોથી ભાગી ગયો હતો. બાદમાં વિષ્ણુભાઈએ પોતાની સારવાર કરાવ્યા બાદ ઝંડુ વિરૂધ્ધ શહેરકોટડામાં ફરીયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નશાખોરો દ્વારા રૂપિયાની માંગણી ન સ્વીકારાતા લોકો પર હુમલા કરવાની ઘટના એકાએક વધી ગઈ છે.