Western Times News

Gujarati News

સરસ્વતી શિશુ મંદિર-ચેમ્બર ઓફ  કોમર્સના સંયુક્ત ઉપક્રમે નિવૃત  લશ્કરી જવાનના હસ્તે ધ્વવંદન કાર્યક્રમ યોજાયો 

(જીજ્ઞેશ રાવલ દ્રારા)હળવદ, 15 ઓગસ્ટના સ્વતંત્ર પર્વની ઊજવણી સરસ્વતી શિશુ મંદિર અને હળવદ ચેમ્બર ઓફ કોમર્સ ના સંયુક્ત ઉપક્રમે ગાંધીચોક  દરબાર નાકે ઉજવવામાઆવ્યો હતો. ધ્વજવંદન નિવૃત આર્મી જવાન સુરેન્દ્રસિંહ ઝાલાના વરદ હસ્તે ધ્વજ લહેરાવ્યો હતો.

આ ઉપરાંત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે, ટ્રસ્ટી રમણીકભાઈ રાબડિયા ડૉ. સી. ટી.  પટેલ, દિલીપભાઈ સોની રાજુભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ દવે ભરતભાઇ ગઢીયા, શિશુ મંદિરના પ્રધાનાચાર્ય બલુભાઈ , જાગૃતિબેન, પ્રાર્થનાબેન ત્થા સ્ટાફ મિત્રો, ચેમ્બરના કારોબારી સમિતિના સભ્યો ત્થા વેપારી મિત્રો, આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનુ સંચાલન તૃપ્તિ બેન અને દિપાલીબેને કર્યું હતુ.ઉપસ્થીતો એ બધા ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પી તેમના યોગદાનને બિરદાવી યાદ કર્યા હતા. (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.