સરહદી વિસ્તારોનાં ગામડાંઓમાં ઇન્ટરનેટ સહિતની સુવિધાઓ પહોંચશેઃ કેન્દ્રીય મંત્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/RUPALA-1024x682.jpg)
વાયબ્રન્ટ વિલેજની કલ્પનાથી દેશના સરહદી ગામડાં મજબૂત થશે અને છેવાડા સુધી વિકાસ પહોંચશેઃ કેન્દ્રીય મંત્રી
નવી દિલ્હી, કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ આજે સુરતમાં આર્ત્મનિભર અર્થવ્યવસ્થા અંગે શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે એક વિચાર ગોષ્ઠિ યોજી હતી અને કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૨૨ની મહત્વની જાેગવાઇઓ અંગે વિસ્તૃત છણાવટ-ચર્ચા કરી હતી.
આ સાથે તેમણે એક પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. આ અવસરે કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોષ અને ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કેન્દ્રીય બજેટને આર્ત્મનિભર ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને સાકાર કરવા માટેનું માળખું અને એની સાથે આધુનિક ભારતનો પાયો નાખનારું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વ્યક્તિગત રૂપે મને આ બજેટની વાયબ્રન્ટ વિલેજની સંકલ્પના સ્પર્શી ગઈ છે.
દેશના તમામ સરહદી વિસ્તારોનાં ગામડાંઓમાં ઇન્ટરનેટ સહિતની સુવિધાઓ અને વિકાસને લઈ જવાની નેમ આ બજેટમાં વ્યક્ત થઈ છે એનાથી દેશના છેવાડાના વિસ્તાર સુધી વિકાસ પહોંચશે અને સરહદો મજબૂત થશે.
દેશના ઇતિહાસમાં પહેલી વાર રાજ્યોને રૂ. એક લાખ કરોડ આપવાનો ર્નિણય આ બજેટમાં લેવાયો છે એ અર્થતંત્ર ઉપરાંત દેશમાં સંઘીય માળખાને મજબૂત કરશે એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. રૂપાલાએ કહ્યું કે આ બજેટમાં ડિજિટલાઇઝેશન પર વિશેષ ભાર મૂકાયો છે.
સ્ટાર્ટ અપ્સનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ દેશના યુવાઓ પર વિશ્વાસ મૂક્યો એના ફળ આપણે જાેઇ રહ્યા છીએ. દેશમાં તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને મહામારીના સમયગાળામાં ૬૦ હજારથી વધુ સ્ટાર્ટ અપ્સ ઉદભવ્યાં છે અને મહત્વની વાત એ છે કે એમાંથી ૪૦થી વધારે યુનિકોર્ન્સ છે.
દેશમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ અને દેશે જે રીતે મહામારી સામે મુકાબલો કર્યો એની નોંધ વિશ્વએ લીધી છે એનો ઉલ્લેખ કરતા શ્રી રૂપાલાએ કહ્યું કે કોરોના રસીકરણની જેમ કોરોનાકાળ અગાઉ દેશનાં તમામ પશુઓનું રસીકરણ કરવાનો ર્નિણય પણ મોદીજીની સરકારે લીધો હતો
અને પશુપાલકો સુધી ટેકનોલોજીને પહોંચાડીને દેશભરમાં મોબાઇલ વાનો ઉપલબ્ધ કરાવી એનાથી પશુપાલકોને મોટો લાભ થયો છે. રૂપાલાએ ફિશ માર્કેટિંગ, શ્રીમ્પ અંગેની બજેટની દરખાસ્તો નિકાસ વધારશે એમ જણાવતા ઉમેર્યું કે આવા કપરાં સમયમાં ફૂગાવા અને ખાધને અંકુશમાં રાખીને આ બજેટ અમૃત કાળમાં આઝાદીના ૧૦૦ વર્ષે ભારત કેવું હશે એનો ખ્યાલ રજૂ કરે છે.
કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે કહ્યું કે બજેટમાં પહેલી વાર હીરા ઉદ્યોગનો ઉલ્લેખ થયો છે અને રેલવે માટે અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે જે અર્થતંત્રને ગતિ આપશે.