Western Times News

Gujarati News

સરહદે પાકિસ્તાનનો તોપમારોઃ ભારતનો પ્રહાર

(પ્રતિનિધિ દ્વારા) જમ્મ: પૂંછ-નૌસેરા સેકટરમાં પાકિસ્તાને ગઈકાલ મધરાતથી ભારતીય સેનાઓની ચોકીઓની સાથે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર અને તોપમારો શરૂ કરી દેતાં ભારતીય સૈન્યએ વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનની કેટલીક ચોકીઓ ઉડાડી દીધી છે. જ્યારે પાકિસ્તાનના જવાનો ઘાયલ થયછા છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
પાકિસ્તાની સેના કાયરતાપૂર્ણ હરકત કરીને નાગરીકોને નિશાન બનાવી રહ્યુ છે. જેને લીધે સરહદી વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જા કે સેના તરફથી સામે પ્રહાર કરાતા પાકિસ્તાની સેના ફફડી ઉઠી છે.

દરમ્યાનમાં નૌશેરા અને પૂંછમાં ગઈકાલ મધરાતથી જ એલઓસી પર પાકિસ્તાન-ભારતની સેના વચ્ચે ગોળીબાર થઈ રહ્યા છે. ભારતે પાકિસ્તાનની ચોકીઓ ઉડાડી દીધી છે. પાકિસ્તાની સેના કાઉન્ટર ફાયરીંગ કરીને આતકવાદીઓને ઘુસાડવાની પેરવીમાં છે.

પરંતુ ભારતીય સેના તેમને જવાબ આપી રહી છે. થોડા દિવસ પહેલાં જ ભારતીય સેનાએ પાકિસ્તાનની ૧પ જેટલી પોસ્ટને ઉડાડી દીધી હતી.

જેમાં પાકિસ્તાનના કેટલાંક જવાનો પણ માર્યા ગયા હતા. ભારતીય સેના જેવા સાથે એવાની નીતિ અપનાવી રહી છે. કેન્દ્ર સરકારે સેનાને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાની છૂટ આપી દીધી છે અને હાથ ખોલીને લડવાની મંજુરી આપી દીધી છે.  ગલવાનઘાટીમાં ચીનના સૈનિકોએ કાયરતાપૂર્ણ હરકત કરીને ભારતીય સેનાના ર૦ જવાનોને મારી નાંખ્યા હતા. તો સામે પક્ષે માત્ર ૧ર૦ જવાનોએ ચીનના ૪૦૦થી ૪પ૦ જવાનોને ‘ધોળા દિવસે તારા’ દેખાડી દઈને તેમના લગભગ ૪પ જેટલા જવાનોનો ખાત્મો બોલાવી દીધો હતો.

બિહાર રેજીમેન્ટના અને આઈટી બીપીના જવાનોએ ચીની સૈનિકોની ગરદન તોડી નાંખીને અપૂર્વ સાહસ બતાવ્યુ હતુ. ચીની સૈનિકો સામે લડતા લડતાં ભારતના ર૦ જવાનો શહીદ થયા હતા.  પાકિસ્તાન એલએસી પર ઉભી થયેલી તનાવપૂર્ણ  પરિસ્થિતિનો  લાભ ઉઠાવીને પોતાની ચીન પ્રત્યેની મિત્રતા બતાવી રહ્યુ છે. અને છેલ્લા કેટલાંક દિવસોથી પાકિસ્તાન એલઓસ પર ગોળીબાર-તોપમારો કરી રહ્યુ છે.

પરંતુ સેના મક્કમ છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. મોદી સરકારે સૈન્યને ’છૂટા હાથે કામ લેવા જણાવ્યુ છે.
ફોરવર્ડ પોસ્ટના અધિકારીઓને પરિસ્થિતિ  પ્રમાણે નિર્ણય લેવા જણાવી દીધું છે. હાલમાં એલઓસી અને એલએસી પર સેના હાઈએલર્ટ છે. પાકિસ્તાન અને ચીનના કોઈપણ પગલાંને ભરી પીવા સેનાની ત્રણેય પાંખ સજ્જ છે.

ગઈકાલે રાત્રે જ દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ, સીડીએસ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ) વિપીન રાવત તથા સેનાની ત્રણેય પાંખના વડાઓની અત્યંત મહ¥વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ચીનની સામે હથિયાર ઉઠાવવા સેનાને મંજુરી અપાઈ હતી. જ્યારે સેન્યને હથિયારો સહિતના સાધનો ખરીદવા માટે પ૦૦ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.