સરહદ પર તોપ, મિસાઈલ અને રોકેટ ગોઠવી રહ્યું છે ચીન
નવી દિલ્હી, પૂર્વ લદ્દાખમાં ડિસએન્ગેજમેન્ટને લઇને ભારત અને ચીન વચ્ચે નવ દિવસની બેઠક મળી, પરંતુ બેઠકની વચ્ચે ચીની સેનાએ 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવ ઓછો થવાના કોઇ સંકેત નથી મળી રહ્યાં.
કપટી ચીનના ઈતિહાસ જોવા જઈએ તો તેઓ સતત પોતાના પાડોશી દેશોની પીઠમાં ખંજર ભોંકવા માટે હંમેશા કુખ્યાત રહ્યો છે, પૂર્વ લદ્દાખમાં અચાનક રીતે એલએસી પર ગતિરોધ શરૂ કરવાની હોય કે નેપાળની કેટલીક જમીનને પોતાની માની લેવી. આ ઉપરાંત, તેના ફાઈટર જેટ પણ તાઇવાનમાં ઘુસતા રહે છે.
વિસ્તરણવાદી નીતિને કારણે ડ્રેગનની નજર અન્ય દેશોની ધરતી પર હંમેશા રહે છે. હવે તાજેતરમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક નિવેદન આપ્યું છે, જે પછી વિવિધ અટકળો થઈ રહી છે. આગામી સ્પ્રિંગ ફેસ્ટિવલ હોલિડેના દરમ્યાન જિનપિંગે ચીની સૈન્યને તૈયાર રહેવાનું કહ્યું છે. આ નિવેદન તેમણે ત્યારે આપ્યુ છે, કે જ્યારે તેઓ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એરફોર્સના એવિએશન વિભાગનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
ચીની સરકારની પ્રોપેગૈંડા મીડિયા હાઉસ ગ્લોબલ ટાઇમ્સે અન્ય મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે પીએલએ ફાઈટર જેટ વિમાનોએ સ્પ્રિંગ ફેસ્ટિવલ પહેલા તાઇવાન ટાપુની આસપાસ તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આ ઉપરાંત, ઝિનજિયાંગ મિલિટરી કમાન્ડની ઉચ્ચ- ઉંચાઇની સરહદ સંરક્ષણ સૈન્યને ઘણા નવા શસ્ત્રો અને સાધનો પ્રાપ્ત થયા છે.
જિનપિંગ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના સેન્ટ્રલ કમેટીના જનરલ સેક્રેટરી અને સેન્ટ્રલ લશ્કરી પંચના અધ્યક્ષ પણ છે. તેમણે ગુરુવારે સ્પ્રિંગ ફેસ્ટિવલ પૂર્વે ચીનના દક્ષિણ પશ્ચિમ ગિઝોઉ પ્રાંતમાં પીએલએ એરફોર્સના ઉડ્ડયન વિભાગની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિઓની સમીક્ષા કરી.