સરહદ પર ૪-૫ કિલો વજન ઉપાડી શકે તેવા ઓટોમેટિક ડ્રોન તૈયાર
સરહદ પર દુશ્મનોના ડ્રોનને પકડી પાડવા પ્રહરી સુસજ્જ
નવી દિલ્હી, સરહદ પર દુશ્મનોના ડ્રોનને પકડી પાડવા માટે હવે પ્રહરી તૈયાર છે. આઇઆઇટી -કાનપુરના પ્રોફેસરોએ (IIT Kanpur Professors and students made Prahari automatic drone) વિદ્યાર્થીઓની સાથે મળીને પ્રહરી નામના ડ્રોન તૈયાર કરી લીધા છે. આ ડ્રોન અનેક રીતે ઉપયોગી છે. આ ડ્રોન ૪.૫ કિલોગ્રામ સુધી (Carry weight upto 4.5kg) વજન ઉચકી શકવામાં સક્ષમ છે. સાથે સાથે અતિ સંવેદશીલ વિસ્તારોમાં સતત ત્રણ કલાક સુધી (Petrolling for 3 hours) પેટ્રોલિંગ પણ કરી શકે છે. આ ઓટોમેટિક સિસ્ટમમાં માનવરહિત હેલિકોપ્ટરની સુવિધા પણ આપવામાં આવી છે.
જેમાં અન્ય ડ્રોનને પકડી પાડવા માટે જાળનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ સિસ્ટમને પ્રોફેસર અભિષેક અને એરો સ્પેસ એÂન્જનિયરિંગ વિભાગના પ્રોફેસર મંગલ કોઠારી અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત કરવામાં સફળતા મેળવી છે. પ્રોફેસર અભિષેકે કહ્યુ છે કે આ ડ્રોનનો ઉપયોગ નજર રાખવા માટે કરવામાં આવી શકે છે. ઇમરજન્સીની સ્થિતીમાં કોઇ ચીજને પહોંચાડી દેવા માટે ઉપયોગી બની શકે છે. રસાયણિક અને પરમાણુ એજન્ટોને ઓળખી કાઢવા માટે આનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ દુશ્મન ડ્રોનથી પણ આગળ નિકળી શકે છે.