સરાડીયા પ્રાથમિક શાળાના ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું

વિરપુર: વિરપુર તાલુકાના સરાડીયા પે-સેન્ટર શાળા ખાતે આવેલ નવીન ઓરડાઓનુ લોકાર્પણ મહીસાગર જીલ્લા પંચાયત સદસ્ય પિનાકીન શુક્લના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે વિરપુર તાલુકા પંચાયત સદસ્ય મંગુબેન અર્જુનસિંહ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અર્જુનસિંહ સોલંકી, ભા.જ.પા કિસાન મોર્ચાના મંત્રી લલીતભાઇ,શાળાના શિક્ષક દેવેન્દ્રભાઇ,તેજસભાઇ,અમરસિંહભાઇ તથા સમગ્ર સી.આર.સી સ્ટાફ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવીન ઓરડાઓનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.