સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી ૧૯મી મેના રોજ યોજાશે

(પ્રતિનિધિ) સરીગામ., સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીની તારીખ જાહે૨ કરાતા ઉદ્યોગપતિઓમાં ઉત્સાહ આવી જવા પામ્યો છે. એસઆઇએના સેક્રેટરી સમીમભાઈ રીઝવીએ યોજનારી ચૂંટણીની વિગતવાર માહિતી રજૂ કરી હતી. કુલ ૫૪૮ સભ્યોનું કદ ધરાવતી એસઆઈએના પ્રમુખ અને ૧૨ એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર માટેની ચૂંટણી પ્રક્રિયા આવનારી ૨૧/૪/૨૨ ના રોજથી નોમિનેશન ફોર્મના વિતરણ પ્રક્રિયાથી પ્રારંભ થશે.
જેની છેલ્લી તારીખ ૨/૫/૨૨ નક્કી કરવામાં આવી છે. તારીખ ૫૫ ૨૨ ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે. અને તારીખ ૭/૫/૨૨ ના રોજ ફોર્મ ઉમેદવારો પરત ખેંચી શકશે. ત્યારબાદ તારીખ ૯/૫ ૨૨ના રોજ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં પ્રમુખ તરીકેનો મહત્વના હોદ્દો હાંસલ કરવા ઘણા અગ્રણી ઉદ્યોગપતિઓ મન બનાવી રહ્યા છે.
જેમાંથી એક વર્ગ ચૂંટણી બિનહરીફ જાહેર થાય એવું પણ ઈચ્છી રહી છે. પરંતુ તે ત્યારે જ બને જેમણે એસઆઇએમાં પ્રમુખ સિવાયના હોદા પર કામગીરી બજાવી હોય અને પ્રમુખ તરીકે કામ કરવાની તક નહી મળી હોય એવા ઉમેદવારને પ્રમુખ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તો જ બિનહરીફ થવાની શકયતાની ચર્ચા બહાર આવી રહી છે. હાલમાં તો પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈએ ગતિવિધિ ચાલુ કરી દીધી છે.
આ ઉપરાંત પૂર્વ સેક્રેટરી કમલેશભાઈ ભટ્ટ, પૂર્વ સેક્રેટરી કૌશિકભાઈ પટેલ, અગ્રણી સજ્જનભાઈ મુરારકા, ર્નિમલભાઈ દુધાની, મૂળજીભાઈ કટારમલ વગેરેના નામોની ચર્ચા સામે આવી રહી છે.