સરીગામ મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ દ્વારા અનાજ કીટનું વિતરણ

ગુજરાતના વન અને આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રમણભાઈ પાટકર, મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ લિમિટેડ સરીગમના સિનિયર જનરલ મેનેજર રસિકભાઈ રાવલ(ખતલવાડા) , પ્રદેશ મહિલા મોરચાના સભ્ય વર્ષાબેન રાવલ, સરપંચ સભ્યો, ગામના અગ્રણીઓ તથા યુવાનો દ્વારા ઉમરગામ તાલુકાના વિવિધ ગામમાં જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ કીટ સરીગામ સ્થિત મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ લિમિટેડ તરફથી આપવામાં આવી હતી. કંપની તથા એમના જનરલ મેનેજર રસિકભાઈ રાવલ પ્રવર્તમાન કોરોના વાયર્સની મહામારીમાં ગરીબોની પડખે રહી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશ મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ લિમિટેડ સરીગમના માલીક ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યથાર્થ કરી બતાવ્યો હતો.