સરીગામ GIDCમાં આવેલી આરતી ડ્રગ્સને GPCBએ આપેલી ક્લોઝર નોટિસ

(તસ્વીરઃ અશોક જાેષી) સરીગામ જી.આઈ.ડી.સી.માં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમને નેવે મૂકીને લાંબા સમયથી કાર્યરત આરતી ડ્રગ્સ લિમિટેડ કંપનીને જીપીસીબીના મેમ્બર સેક્રેટરીએ મજબુત, નક્કર પુરાવા મેળવીને પુરાવાને આધાર બનાવી ક્લોઝર નોટિસ આપતા કંપનીના સંચાલકો સહિત નિયમનું ઉલ્લંઘન કરીને ચાલતી અન્ય કંપનીના માલિકોમાં ફફડાટ ફેલાઇ જવા પામી છે.
કંપનીને ક્લોઝર નોટિસ પાઠવવા સાથે તાત્કાલિક અસ૨થી ડીજીવીસીએલ સરીગામના ડેપ્યુટી એન્જિનિયર, જીઆઈડીસી સરીગામના ડેપ્યુટી એન્જિનિયરને લેખિત જાણ કરી વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ કરવા જણાવાયુ છે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ, ડીજી સેટ અને કેપ્ટિવ પાવર પ્લાન્ટને બંધ કરવા કંપનીને આદેશ કર્યો છે.
ગત ફેબ્રુઆરી મહિનાની ૧૯મી તારીખે ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર નંબર જીજે-૧૫ એવી-૨૮૧૦ પોલીસ તંત્રના હાથે ઝડપાઈ જવા પામ્યો હતું. આ ઘટનામાં ટેન્કરના ચાલક અને માલિકની ધરપકડ કરી હાથ ધરેલી પૂછપરછમાં કેમિકલ વેસ્ટનો જથ્થો અજાણ્યા સ્થળે ગેરકાયદેસર નિકાલ કરવામાં આવનાર હોવાનું બહાર આવ્યું હતું.
જેના આધારે જીપીસીબીના અધિકારીઓએ કંપનીની પ્રેમાઈસીસમાં તપાસ હાથ ધરી હતી અને ઝડપાયેલા ટેન્કર તેમજ કંપનીના ટેન્ક એમ બંને સ્થળેથી એકત્રિત કરેલા નમુનાનું પૃથક્કરણ કરતાં કંપનીના ગેરકાયદેસર નિકાલ કરવાની ઘટના પુરવાર થઇ તમામ સાબીતી ઓ સામે આવી જવા પામી હતી. જી પી સી બી ને મળેલા તમામ પુરાવા ને આધારે અધિકારીઓએ સમગ્ર પ્લાન્ટ ને બંધ કરવા કંપનીને આદેશ કર્યો હતો.