સરોગસીમાં બાળક ગુમાવ્યું હોવાનું યાદ કરીને આજે પણ પીડા થાય છે: અમૃતા

મુંબઈ, અમૃતા રાવ અને આરજે અનમોલ તેમની YouTube ચેનલ પર તેમના જીવન સાથે સંબંધિત સિક્રેટ શેર કરતા રહે છે, હાલમાં કપલે તેમણે પ્રેગ્નેન્સી માટે કરવા પડેલા સંઘર્ષ વિશે વાત કરી છે.
અમૃતા અને અનમોલે ખુલાસો કર્યો કે, મમ્મી-પપ્પા બનવા માટે તેમણે સરોગસી, IUI, IVF, હોમિયોપેથી અને આયુર્વેદ જેવા વિકલ્પો પસંદ કરવા પડ્યા હતા. સરોગસી વિશે વાત કરતાં કપલે શરૂઆતના દિવસોમાં જ બાળકનું મૃત્યુ થયું હોવાનો કપલે ઉલ્લેખ કર્યો. ‘હજી પણ જ્યારે આ વિશે વાત કરું છું ત્યારે મને પીડા થાય. છે.
મને નથી લાગતું કે તમારે આટલા લાગણીશીલ બનવાની જરૂર છે… કારણ કે તે આપણા હાથમાં નથી’, તેમ અમૃતા ક્લિપમાં કહેતી જાેવા મળી.
Amrita Rao અને RJ Anmol તેમના વીડિયોમાં IVF વિશે પણ ખુલાસો કર્યો. અમૃતાએ કહ્યું કે, ‘ઘણા વર્ષ સુધી પ્રયાસ કર્યા બાદ એક સમય એવો આવ્યો જ્યારે લાગ્યું કે, બાળક લાવવું જાેઈએ કે નહીં.
શું અમે આ વ્યસ્ત જીવનમાં તેનો ઉછેર કરવામાં સક્ષમ બનીશું? જરૂરી છે કે નહીં?’. કપલ વેકેશન માટે થાઈલેન્ડ ગયું હતું અને ત્યાંથી પાછા આવ્યાના તરત બાદ માર્ચ, ૨૦૨૦માં અમૃતા રાવ પ્રેગ્નેન્ટ થઈ હતી. અમૃતા અને અનમોલના ઘરે નવેમ્બર, ૨૦૨૦મા દીકરા વીરનો જન્મ થયો હતો.
દીકરા અંગે વાત કરતાં, અગાઉ અમૃતાએ જણાવ્યું હતું કે, ‘તેના જન્મના પાંચ મહિના સુધી, અનમોલ અને મેં તેને ઘણા હુલામણા નામ આપ્યા હતા. પેરેન્ટ્સ તરીકે, તમારું બાળક ફૂડ એન્જાેય કરતા જાેવું તે આનંદ આપે છે. વીર મને ‘અમ્મા’ કહીને બોલાવે છે.
જ્યારે અનમોલ અને વીર એકબીજાને ‘ભાઈ’ કહીનો બોલાવે છે, આ અનમોલે જ તેને શીખવ્યું છે. જ્યારે અમે તેને મસ્તી કરતાં પકડી પાડીએ ત્યારે તે ખોટું-ખોટું રડવા લાગે છે.
અનમોલ તેના વિટામિન્સ અને સનબાથિંગનું ધ્યાન રાખે છે જ્યારે હું તેના માટે જમવાનું બનાવું છું. વીર અનમોલને રેડિયો પર સાંભળે છે અને પિતાનો અવાજ સાંભળીને એક્સપ્રેશન પણ આપે છે’. જણાવી દઈએ કે, અમૃતા રાવ અને આરજે અનમોલે મે, ૨૦૧૪માં સિક્રેટ વેડિંગ કર્યા હતા.SSS