સર્કીટ હાઉસમાં રૂમ બુક કરાવવા જતાં રૂ.૭૦ હજાર ગુમાવ્યા

પ્રતિકાત્મક તસવીર
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેર તથા રાજયમાં એક જ દિવસે નોંધાયેલી સાયબર ક્રાઈમની અસંખ્ય ફરિયાદોનો દોર ગઈકાલે પણ ચાલુ રહયો હતો અને હાઈકોર્ટના સેકશન ઓફીસર તથા ટોરેન્ટ ફાર્માના કંપની સેક્રેટરીએ પણ પોતાની સાથે ઓનલાઈન છેતરપીંડીની ફરીયાદો અનુક્રમે કાલપુર તથા એલીસબ્રજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
અશફાક અબ્દુલ કાદર ભાવનગરી નવી મોહલત, પાંચકુવા ખાતે રહે છે અને ગુજરાત હાઈકોર્ટમાં સેકશન ઓફીસર તરીકે નોકરી કરે છે. ૧લી જાન્યુઆરીએ તે મુંબઈથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. વલસાડ પહોંચતા જ સર્કીટ હાઉસ રોકાણ અર્થે ફોન કરતા સામેથી રૂમ અવેલેબલ છે પરંતુ ઓનલાઈન બુકીંગ કરાવવું પડશે. જેમાં ૧૦ રૂપિયા બુકીંગ ચાર્જ આપવા પડશે તેમ કહેતાં અશફાકભાઈએ તેમને મળેલી લીંક ઉપર ૧૦ રૂપિયા મોકલ્યા હતા.
થોડીવાર બાદ ફરીથી અજાણ્યા શખ્સે ફોન કરી લીંકો મોકલી હતી અને તે અન્ય લોકોને મોકલવાનું કહેતા અશફાકભાઈએ પોતાની પુત્રીને મોકલી આપી હતી ત્યારબાદ અશફાકભાઈ વલસાડ સર્કીટ હાઉસ પહોચતા ત્યાં આવી રીતે બુકીંગ ન થતું હોવાનું જણાવાયું હતું. બીજી તરફ આશરે ચાર વાગ્યાના સુમારે તેમના ફોનમાં એક પછી એક બેંકમાંથી રૂપિયા કપાવવાના મેસેજ આવવા લાગ્યા હતા અને કુલ સિત્તેર હજાર રૂપિયા કપાઈ ગયા હતા જેની ફરીયાદ તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
જયારે મૂળ રાજસ્થાનના અને હાલ આંબાવાડી આઈપીએસ કવાર્ટસ સામે સુરધારા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ અગ્રવાલે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે પોતે ટોરેન્ટ ફાર્માના કંપની સેક્રેટરી છે અને એલએલબીનો અભ્યાસ કરેલો છે ગઈ તા.૬ જાન્યુ.એ તેમને પેટીએમમાં કેવાયસી અપડેટ કરવા મેસેજ આવ્યા હતા જેમાં કોન્ટેકટ કરવા એક નંબર આપવામાં આવ્યો હતો નંબરનો સંપર્ક કરતા ગઠીયાએ એક એપ ડાઉનલોડ કરાવી પેટીએમમાં ૧ રૂપિયો ટ્રાન્સફર કરવા કહયુ હતું જાકે તે શકય બન્યું નહતું જેથી ગઠીયાએ બીજી વખત ફોન કરીને તેમની પાસે રૂપિયો ટ્રાન્સફર કરવાના બહાને બેંકની માહીતી મેળવી ગણતરીની મિનીટોમાં કુલ રૂપિયા સિત્તેર હજાર ઉસેડી લીધા હતા.