સર્જિકલ સ્ટ્રાઇક સામે સવાલ કરનારને સજા કરવાનો સમય
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સતત બીજા દિવસે દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચારનો દોર જારી રાખ્યો હતો. વડાપ્રધાને આજે પણ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, દિલ્હીને દોષ આપનાર નહીં બલ્કે દિશા આપનાર સરકારની જરૂર દેખાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, મતદાનથી ચાર દિવસ પહેલા ભાજપની તરફેણમાં આ પ્રકારના માહોલને જાઇને હરીફ લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે.
મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર એક પછી એક કઠોર નિર્ણય કરી રહી છે. કેજરીવાલ સરકાર દિલ્હીના વિકાસમાં અડચણો ઉભી કરી રહી છે. મુખ્યમંત્રી કેજરીવાલના નિવેદનો તરફ ઇશારો કરતા મોદીએ કહ્યું હતું કે, દિલ્હીને એવી રાજનીતિની જરૂર નથી જે ત્રાસવાદી હુમલાના સમયે ભારતની તરફેણને કમજાર કરે. જે પોતાના નિવેદનથી દુશ્મન દેશોને ભારત પર પ્રહાર કરવાની તક આપે.
ભાજપની તરફેણમાં માહોલથી કેટલાક લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે. પૂર્વીય દિલ્હીમાં આવો જ માહોલ છે અને દ્વારકામાં પણ આવો જ માહોલ છવાયેલો છે. આનાથ સ્પષ્ટ થઇ જાય છે કે, ૧૧મી ફેબ્રુઆરીના દિવસે કેવા પરિણામ આવનાર છે. દિલ્હીને વધારવા માટે રાષ્ટ્રહિતના ભાવને બુલંદ રાખવાની જરૂર છે. જાશ અને જુસ્સાને પણ જાળવી રાખવાની જરૂર છે. મોદીએ કેજરીવાલના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમના પર પ્રહાર કર્યા હતા. આ ચૂંટણી દશકની પ્રથમ ચૂંટણી છે. આ દશકમાં ભારતમાં દશક તરીકે છે.
ભારતની પ્રગતિ તેના આજે લેવામાં આવેલા નિર્ણય પર આધારિત રહેશે. મોદીએ ઉમેર્યું હતું કે, આજે દેશના પાટનગરને આ દશકમાં ૨૦૩૦ સુધીનો રસ્તો બતાવવાની જરૂર છે.
કેજરીવાલ પર ગરીબ વિરોધી હોવાનો આક્ષેપ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, ગરીબોની ભલાઈવાળી યોજનાઓને રોકવામાં આવી રહી છે. જા ગરીબો માટે હિત ઇચ્છશે તો તેના મનમાં ગરીબો પ્રત્યે પીડા રહેશે. ગરીબોની યોજનાઓને ક્યારે પણ રોકવામાં આવશે નહીં. કેટલા પણ રાજકીય વિરોધ હોય પરંતુ ગરીબોની ભલાઈવાળી યોજનાઓને રોકવી જાઇએ નહીં. છેલ્લા પાંચ વર્ષથી દિલ્હીમાં ગરીબો સાથે સંબંધિત યોજનાઓને રોકવામાં આવી રહી છે.
કેન્દ્રની યોજનાઓને લાગૂ કરતા પહેલા અહીં ઇન્કાર કરી દેવામાં આવે છે. દિલ્હીના ગરીબ લોકોને આયુષ્યમાન ભારત યોજનાઓના લાભ મળી રહ્યા નથી. આ મુદ્દો પાંચ લાખનો નથી. જા દિલ્હીમાં કોઇ નાગરિકને આ યોજનાનો લાભ મળે છે તો તે ગ્વાલિયર, ભોપાલ, સુરત, નાગપુર, હૈદરાબાદ કેમ ગયા છે. આયુષ્યમાન ભારત યોજના દિલ્હીમાં અમલી બની હોત તો દિલ્હીના કોઇ લાભાર્થીને બહાર જવાની જરૂર પડી ન હોત.
દિલ્હીમાં વડાપ્રધાન આવાસ યોજનામાં પણ ઘર મળી રહ્યા નથી. ખેડૂતોને કિસાન સ્કીમનો લાભ મળી રહ્યો નથી. છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે જે ગતિથી કામ કર્યું છે તે અભૂતપૂર્વ છે. સ્વતંત્રતા બાદ દેશમાં આટલી ઝડપથી ક્યારે કામ થયું નથી.
આયુષ્યમાન ભારત યોજના જેટલા લોકોને મફત સારવાર આપે છે તે અમેરિકા અને કેનેડાની કુલ વસ્તી બરોબર છે. દિલ્હીને પણ એવી સરકારની જરૂર છે જે દેશની તરફેણમાં મોટા નિર્ણય કરી શકે. સૈનિકોની સાથે ઉભી રહી શકે. રાજનીતિ કરનાર સરકારની જરૂર નથી. સર્જીકલ અને એર સ્ટ્રાઇક જેવા નિર્ણયો બાદ કેવા નિવેદન થયા હતા. અહીં સરકારમાં બેઠેલા લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. આ પ્રકારના લોકોને હવે સજા કરવાનો સમય આવી ગયો છે. દિલ્હીના લોકો ઉપર પૂર્ણ વિશ્વાસ રહેલો છે.
દિલ્હીમાં કેવા નેતૃત્વની જરૂર છે જે સીએએ, કલમ ૩૭૦ જેવા રાષ્ટ્રીય સુરક્ષાના તમામ મુદ્દા ઉપર દેશની સાથે ચાલનાર હોઈ શકે છે. રાજનીતિ માટે કોઇને ખુશ કરવા માટે નિર્ણયો થવા જાઇએ નહીં. બાટલા હાઉસના ત્રાસવાદીઓ માટે આ લોકો રડી શકે છે પરંતુ દિલ્હીના વિકાસ માટે આગળ આવી શકતા નથી. વોટબેંકની રાજનીતિ, નફરતની રાજનીતિ, ખોટા ઇરાદા અને ખોટી નિયત સાથે ક્યારે પણ સારા કામ થઇ શકે નહીં.