સર્બિયામાં પાક. એમ્બેસીના કર્મીઓને પગાર નથી મળ્યો

સર્બિયા, આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની દશા ખરાબ ચાલી રહી છે.હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે, પાકિસ્તાન પોતાના કર્મચારીઓને પગાર પણ સમયસર આપી શકે તેવી સ્થિતિમાં નથી.
આ વાત પણ દુનિયા સામે આવતા પાકિસ્તાનનો ફજેતો થયો છે.યુરોપના સર્બિયા નામના દેશમાં પાકિસ્તાની એમ્બેસીના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર પગાર નહીં મળવાનુ દુખ વ્યક્ત કર્યુ છે.કર્મચારીઓએ વડાપ્રધાન ઈમરાનખાનને ટેગ કરીને લખ્યુ છે કે, છેલ્લા ત્રણ મહિનાથી અમે પગાર વગર કામ કરી રહ્યા છે.બાળકોની ફી પણ સ્કૂલમાં ભરી શક્યા નથી.બાળકોને સ્કૂલે કાઢી મુકયા છે.આ સંજાેગોમાં ક્યાં સુધી અમે ચૂપ રહીએ.
કર્મચારીઓ સાથે સાથે ટિ્વટર પર લખ્યુ છે કે, અમને માફ કરજાે પણ અમારી પાસે બીજાે કોઈ વિકલ્પ બચ્યો નથી.સાથે સાથે કર્મચારીઓએ પાક પીએમ ઈમરાનખાનનુ એક જાણીતુ વાક્ય પણ લખ્યુ છે કે, તમારે ગભરાવાનુ નથી. ઉલ્લેખનીય છે કે, પાક પીએમ ઈમરાનખાન તાજેતરમાં જાહેરમાં સ્વીકારી ચુકયા છે કે, દેશ આર્થિક સંકટમાં છે અને સરકાર પાસે લોકો પાછળ ખર્ચવા માટે પૈસા નથી.SSS