સર્વિસ સેકટર ૭ વર્ષની ટોચેઃ ઘરેલુ ડીમાન્ડ વધી
નવી દિલ્હી, આર્થિક મંદીના કારણે ધીરે-ધીરે ઉભરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા અને મોટી સરકાર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં સેવાક્ષેત્રની ગતિવિધિઓમાં વધારો જાન્યુઆરીમાં સાત વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. એક સર્વેક્ષણ મુજબ નવા ઓર્ડર મળવા, અનુકુળ બજાર પરિસ્થિતિઓ અને કારોબારી ધારણા સકારાત્મક રહેવાના કારણે ગતિ વિધિઓમાં તેજી જોવા મળી છે. આઇએસએસ માર્કેટ ઇન્ડિયા સર્વિસેસ બિઝનેસ એકિટાયટી ઇન્ડેકસ જાન્યુઆરીમાં પપ.પ અંક પર રહ્યો છે. જયારે ડીસેમ્બરમાં તે ૫૩.૩ એક પર હતો. તે ૨૦૧૩ થી ૨૦૨૦ના સમયગાળામાં પીએમઆઇના સૌથી ઉચ્ચતમ સ્તર પર છે.
આઇએસએસ માર્કેટમાં પ્રધાન અર્થશાસ્ત્રી ડીલીમાએ કહ્યું, ‘૨૦૨૦ની શરૂઆતમાં ભારતના સેવાક્ષેત્રમાં જીવ આવ્યો છે. નરમાઇની આશંકાઓને ફગાવીને ૨૦૧૯ના અંતમાં થયેલા વધારા પર સવાર બજારની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. આ અવધિમાં નવા ઓર્ડર મળવાની સ્થિતિ પણ સાત વર્ષના સૌથી યોગ્ય સ્તર પર છે વધુ પડતા નવા ઓર્ડર ઘરેલુ બજારમાંથી મળ્યા છે. જયારે આ વર્ષની શરૂઆતથી સેવાના નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે તેના કારણે ચીન, યુરોપ અને અમેરિકામાં માંગ ઘટી છે. લીનાએ કહ્યું કે વેચાણમાં વધારાના કારણે કારોબારીઓની આવક વધી છે અને તેનાથી પેદા થયેલી માંગને પૂર્વ કરવા માટે સેવા પ્રદાતાઓની ઇચ્છા રાખતા લોકો માટે પણ સારા સમાચાર છે. વિશેષ કરીને એવા સમયમાં જયારે ઉદ્યોગમાં ઓગષ્ટ ૨૦૧૨ બાદ રોજગાર નિર્માણમાં વધારો જોવા મળ્યો છે.