ભરૂચઃ ૧૮ લાખના ખર્ચે નવનિર્માણ ગાર્ડનની ભૂમિપૂજન વિધિ યોજાઈ
ભરૂચ: ભરૂચ શહેરના વોર્ડ નંબર ચાર માં આવેલ સર્વોદય સોસાયટીના કોમન પ્લોટ માં નવા ગાર્ડનના નિર્માણ કાર્ય માટે ભરૂચ નગર પાલિકાના પ્રમુખના હસ્તે આજરોજ ભૂમિ પૂજન વિધિ યોજાઈ હતી.
ભરૂચ શહેરની અને વોર્ડ નંબર ચાર માં આવેલી સર્વોદય સોસાયટીના કોમન પ્લોટ માં નવા બગીચાના નિર્માણ કાર્યમાટે અમૃતમ મિશન અંતગર્ત ગ્રાન્ટ માંથી ૧૮ લાખ ની માતબર રકમ ની ગ્રાન્ટ મંજુર થતા આજરોજ બગીચાના નિર્માણ કાર્ય માટે ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ના હસ્તે ભુમીપુજન વિધિ યોજાઈ હતી.આ પ્રસંગે ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર સંજય સોની,બાગ બગીચા સમિતિ ના ચેરમેન નીનાબેન યાદવ,લાઈટ સમિતિ ના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,વોટર્સ વર્કસ સમિતિ ના ચેરમેન રાજશેખર દેશન્વર,વોર્ડ નંબર ચાર ના નગર સેવક મનુબેન રાણા સહીત સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.