સર્વ નેતૃત્વ પાંચ દિવસીય ૫૧મી નિવાસી તાલીમ શિબિર યોજાઈ
કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત સર્વ નેતૃત્વ પાંચ દિવસીય ૫૧મી નિવાસી તાલીમ સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે યોજાઈ, જેમા ગાંધીનગર અને કડી કેમ્પસ સ્થિત જુદી જુદી ૧૫ કોલેજોના કુલ ૬૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર શિબિરમાં મેનેજમેન્ટ ટ્રેનર શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રવૃતિઓ થકી આદર્શ વિધાર્થી, આદર્શ સંતાન અને આદર્શ નાગરિક બનવા માટેના પાઠ શીખવ્યા હતા સાથે જીવન જરૂરી કૌશલ્યની તાલીમ આપી હતી.
તાલીમ દરમિયાન ગેસ્ટ સ્પીકર તરીકે જાણીતા રીક્ષા ચાલક ઉદયભાઈ જાદવ અને નીસ્થાબેન ઉપસ્થિત રહી વિધાર્થીઓને જીવન સંગર્ષ અને પોતાના અનુભવોની ચર્ચા કરી પ્રેરણા પૂરી પાડી હતી. સમાજની ઉમદા સેવા કરવા બદલ ઉદયભાઈ જાદવને સંસ્થાનાં ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા મોમેન્ટો આપી બિરદાવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. કપિલ ત્રિવેદી દ્વારા શરીર અને મનને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા જીવનમાં યોગ, ધ્યાન અને કસરતનું મહત્વ સમજાવ્યું હતું. પૂર્વતાલીમાર્થીઓ દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સ રજુ કરવામાં આવ્યા હતા અને તાલીમના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓને હાજીપુર સ્થિત મંથન અપંગ કન્યા સંકુલની મુલાકાત કરાવી હતી.
સમગ્ર શિબિરનું સંચાલન અને આયોજન સર્વ નેતૃત્વ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. ધર્મેન્ર્દ્રભાઈ પટેલ અને સહાયક તરીકે પ્રા.ઉદય વૈદ્ય, પ્રા. દુષ્યંત ચાવડા, પૂર્વતાલીમાર્થી સુરજ, પ્રીતિ, ઉર્મિલા, હર્ષ, આરતી, યોગીતા અને જીગ્નેશ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.