સલમાનખાને ફિલ્મ હવા સિંહની જાહેરાત કરી
મુંબઇ, સલમાન ખાને ‘હવા સિંહ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં સૂરજ પંચોલી લીડ રોલમાં જોવા મળશે. બોકસર હવા સિંહને ભારતીય બોકિસંગના જનક ગણવામાં આવે છે. તેઓ એક નાનકડા ગામમાં રહેતા હતા. પોતાની મહેનતથી તેમણે વિશ્વ સ્તરે બોકિસંગમાં નામના મેળવી હતી. તેમને અર્જુન અવોર્ડ અને દ્રોણાચાર્ય અવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલ્મની સ્ટોરી હરિયાણાની છે. ફિલ્મનું શૂટિંગ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મનો ફર્સ્ટ લુક ટવિટર પર શેર કરીને સલમાને ટવીટ કર્યું હતું કે હવા સે બાતેં કરેગા સિંહ.