સલમાનના આમંત્રણનો હર્ષાલી મલ્હોત્રાને ઈંતેજાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/Salman-khan-2-1024x576.jpg)
મુંબઈ, સલમાન ખાનના કરિયરની સૌથી સારી ફિલ્મોની વાત આવે ત્યારે યાદીમાં ‘બજરંગી ભાઈજાન’નું નામ ચોક્કસથી આવે. આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. ૨૦૧૫માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સલમાન ખાન સાથે હર્ષાલી મલ્હોત્રા, કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ જાેવા મળ્યા હતા.
હવે આ ફિલ્મની સિક્વલની તૈયારીઓ ચાલી રહી છે. બજરંગી ભાઈજાનમાં સલમાન ખાને પવનનું પાત્ર ભજવ્યું હતું. જે પાકિસ્તાનની બાળકીને જીવના જાેખમે બોર્ડર પાર પહોંચાડે છે. હર્ષાલીએ આ ફિલ્મમાં મુન્નીનો રોલ ભજવ્યો હતો. હવે હર્ષાલી ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલમાં પણ કામ કરવા માગે છે.
હર્ષાલીએ જણાવ્યું કે, તે ‘બજરંગી મામા’ના ફોનની રાહ જાેઈ રહી છે. એક ઈન્ટરવ્યૂમાં હર્ષાલીએ કહ્યું, હું ખૂબ ઉત્સાહિત છું. મને આશા છે કે સલમાન અંકલ ફોન કરશે અને કહેશે કે આપણે ફિલ્મની તૈયારી શરૂ કરવાની છે. હું તરત તેમને જાેઈન કરી લઈશ. જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી લોકો મને સોશિયલ મીડિયા પર ટેગ કરીને ફિલ્મના વિશે પૂછી રહ્યા છે. હું પણ ફિલ્મમાં કામ કરવા આતુર છું અને મને અપેક્ષા છે કે મારા માટે સિક્વલમાં પણ એક પાત્ર રાખવામાં આવ્યું હશે.
હાલમાં જ ફિલ્મના રાઈટર કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે કન્ફર્મ કર્યું હતું કે તેઓ મે મહિનાની આસપાસ ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરશે. આ સિક્વલનું ટાઈટલ ‘પવનપુત્ર ભાઈજાન’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા ત્યાંથી જ શરૂ થશે જ્યાં પૂરી થઈ હતી. ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ શરૂ થયું ત્યારે હર્ષાલી માત્ર સાત વર્ષની હતી. હાલ હર્ષાલી ૧૩ વર્ષની છે. તેનું કહેવું છે કે, ફિલ્મ જાેઈને તેને વિશ્વાસ નથી થતો કે તેમાં તે જ છે.
સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ વાગોળતાં હર્ષાલીએ કહ્યું, અમે લોકો બહુ મજા કરતા હતા. એટીવી પર સાથે ફરતા હતા અને ટેબલ ટેનિસ રમતા હતા. મને યાદ છે કે એકવાર શૂટિંગ વખતે મારી તબિયત સારી નહોતી ત્યારે સલમાન અંકલે કહ્યું હતું કે એક્ટર બીમાર હોય તો આ તેની એક્ટિંગમાં દેખાવું ના જાેઈએ. હું આજે પણ તેની આ સલાહને ધ્યાનમાં રાખું છું. હર્ષાલીએ એમ પણ કહ્યું કે, આજે પણ સલમાન સાથે તેના સંબંધો જળવાયેલા છે અને બર્થ ડે પર તેને મેસેજ પણ કરે છે.SSS