સલમાનની પત્ની-દીકરી દુબઈમાં હોવાનો આરોપ
મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનના ચેટ શોની બીજી સીઝન શરુ થઈ ગઈ છે. આ ચેટ શોનો પહેલો મહેમાન બનીને પહોંચ્યો હતો ભાઈજાન. વાતચીત દરમિયાન, અરબાઝ ખાને કેટલીક કેટલીક ટ્વીટ વાંચીને સંભળાવી હતી અને સલમાન ખાને તેના પર પ્રતિક્રિયા આપી હતી. અરબાઝે ભાઈને જણાવ્યું હતું કે, તેના માટે સોશિયલ મીડિયા પર મોટાભાગની કોમેન્ટ પોઝિટિવ છે, પરંતુ કેટલીક ખરેખર ખરાબ છે. જેમાંથી એક કોમેન્ટમાં સલમાન ખાનની નૂર નામની દુબઈમાં પત્ની અને ૧૭ વર્ષની દીકરી હોવાનું લખવામાં આવ્યું હતું.
કોમેન્ટમાં લખ્યું હતું કે, ક્યાં છુપાઈને બેઠો છે ડરપોક? ભારતમાં બધા જાણે છે કે તું દુબઈમાં તારી પત્ની નૂર અને ૧૭ વર્ષની દીકરીની સાથે છે. ભારતના લોકોને ક્યાં સુધી મૂર્ખ બનાવીશ?.
સલમાને આ કોમેન્ટ સાંભળ્યા બાદ થોડી સેકન્ડનો બ્રેક લીધો હતો અને કહ્યું હતું કે ‘આ લોકોને બધી માહિતી હોય છે. આ બધું જુઠ્ઠાણું છે. મને નથી ખબર કે તેઓ કોના વિશે વાત કરી રહ્યા છે અને ક્યાં તેમણે આ પોસ્ટ કર્યું છે. શું આ વ્યક્તિને ખરેખર લાગે છે કે હું તેમને પ્રતિક્રિયા આપીને તેમનું સન્માન કરું છું? ભાઈ, મારે કોઈ પત્ની નથી. હું નવ વર્ષનો હતો ત્યારથી ભારતમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહું છું. હું આ વ્યક્તિને કોઈ જવાબ આપવાનો નથી, આખું ભારત જાણે છે કે હું ક્યાં રહું છું’
સલમાન ખાનની લવ લાઈફ પહેલાથી જ ચર્ચામાં રહી છે. સોમી અલી, ઐશ્વર્યા રાયથી કેટરીના કૈફ સુધીની હીરોઈનો સાથે તેનું નામ જાેડાયું હતું. હાલમાં જ સોમી અલીએ સલમાન ખાન વિશે ઘણું બધું કહ્યું હતું. તેણે તેમ પણ કહ્યું હતું કે, તે સલમાનથી દૂર રહે તે જ તેની મેન્ટલ હેલ્થ માટે સારુ રહેશે. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન છેલ્લે ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જાેવા મળ્યો હતો. જેમાં તેની સાથે દિશા પાટની અને રણદીપ હૂ઼ડા લીડ રોલમાં હતા. હવે તે ફિલ્મ અંતિમમાં જીજાજી આયુષ શર્મા સાથે શીખ પોલીસના રોલમાં જાેવા મળશે.