સલમાનની ફિલ્મમાં થઈ અસિમ રિયાઝની એન્ટ્રી

મુંબઈ, બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ કરોડોની સંખ્યામાં છે. સલમાન ખાનના ફેન્સ હંમેશા તેની અપકમિંગ ફિલ્મની આતુરતાથી રાહ જાેતા હોય છે. અત્યારે સલમાન ખાનની ફિલ્મ ભાઈજાન વિષે એક સમાચાર સામે આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ભાઈજાનનું નામ પહેલા કભી ઈદ કભી દિવાલી રાખવામાં આવ્યુ હતું. હવે મેકર્સ ફિલ્મ કયા નામ સાથે રીલિઝ કરશે તે જાેવાની વાત છે. પરંતુ તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૩માં ઈદના અવસર પર રીલિઝ કરવામાં આવશે.
આ ફિલ્મમાં ઝહીર ઈકબાલ અને આસિમ રિયાઝ પણ જાેવા મળશે. આ બન્નેને પણ ફિલ્મમાં મહત્વના રોલ આપવામાં આવ્યા છે. સાજિદ નાડિયાદવાલાની આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પૂજા હેગડે જાેવા મળશે. આ ફિલ્મ માટે ૧૫ માર્ચથી શૂટિંગ શરુ કરવામાં આવશે.
સલમાન ખાને કોરોના મહામારીની શરુઆત થઈ તે પહેલા આ ફિલ્મ સાઈન કરી હતી, પરંતુ લોકડાઉન અને મહામારીને કારણે ફિલ્મ અભરાઈ પર ચઢી ગઈ હતી. હવે પૂજા હેગડે સાથે ટૂંક સમયમાં તે ફિલ્મ શરુ કરશે. એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, મુંબઈમાં મહેબૂબ સ્ટૂડિયોમાં એક મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ડિરેક્ટર ફરહાદ સામજી છે.
તેમણે આ પહેલા હાઉસફુલ ૩, હાઉસફુલ ૪ જેવી ફિલ્મો ડાઈરેક્ટ કરી છે. અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેના ડિરેક્ટર પણ ફરહાદ છે. ફરહાદે સિંઘમ, બાગી ૩, સૂર્યવંશી અને કુલી નંબર ૧ જેવી ફિલ્મોમાં લેખક તરીકે કામ કર્યું છે.
ભાઈજાન ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ઝહીર ઈકબાલ અને આસિમ રિયાઝ પણ જાેવા મળશે. આ બન્ને ફિલ્મમાં સલમાન ખાનના ભાઈની ભૂમિકામાં જાેવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ તમિલ મૂવીની હિન્દી રિમેક છે.
તમિલ ફિલ્મની સ્ટોરી એવી છે કે મોટો ભાઈ લગ્ન કરવાની ના પાડે છે, કારણકે તેને લાગે છે કે લગ્ન કરવાથી મોટા પરિવાર તૂટી જાય છે. તેનો ભાઈ જેણે પાર્ટનર શોધી લીધી છે, તે સાથે મળીને મોટા ભાઈ માટે જીવનસાથી શોધે છે. પહેલીવાર સલમાન ખાન અને પૂજા હેગડેની જાેડી એકસાથે જાેવા મળશે.SSS