સલમાનની ફિલ્મ કભીઈદ કભી દિવાલી આયુષ શર્માએ છોડી
મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી’ની ફેન્સ લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. ફિલ્મની જાહેરાત કરવામાં આવી તે સમયથી જ ચર્ચામાં હતી. પરંતુ હવે આ ફિલ્મ આયુષ શર્માના કારણે વધુ ચર્ચામાં આવી છે. ખબર છે કે, સલમાન ખાનના જીજાજી એટલે કે આયુષ શર્મા હવે આ ફિલ્મમાંથી બહાર થઈ ગયો છે.
સલમાનના લીડ રોલવાળી ‘કભી ઈદ કભી દિવાલી’માં આયુષ પણ મહત્વના રોલમાં જાેવા મળવાનો હતો. પરંતુ આયુષે સલમાનની આ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો છે. જણાવી દઈએ કે, ‘કભી ઈદ કભી દિવાલી’નું નામ બદલીને ‘ભાઈજાન’ રાખવામાં આવ્યું છે.
ફિલ્મમાં એક્ટ્રેસ પૂજા હેગડે સલમાનની પ્રેમિકાના રોલમાં જાેવા મળશે. આયુષ આ ફિલ્મમાં સલમાનના નાના ભાઈનો રોલ પ્લે કરવાનો હતો, પરંતુ હવે તેમ થવાનું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આયુષ આ ફિલ્મમાં પોતાના રોલને લઈને સંતુષ્ટ નહોતો અને તેથી તેણે આ ફિલ્મમાંથી પોતાનું નામ હટાવી દીધું છે.
રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ ‘અંતિમ’માં ભજવેલા પાત્ર માટે મળેલી પ્રશંસા બાદ આયુષે ર્નિણય લીધો છે કે, તે હવે મોટી ફિલ્મોમાં કેરેક્ટર રોલ અથવા સાઈડ રોલ નહીં કરે. સલમાન ખાનને પણ લાગ્યું કે, ‘ભાઈજાન’માં આયુષનો રોલ ખાસ નહોતો કારણ કે પૂરી કહાણી સલમાનના પાત્રની આગળ-પાછળ ફરે છે.
આયુષ શર્માએ આ ફિલ્મમાંથી ભલે પોતાનું નામ હટાવી લીધુ હોય પરંતુ એક્ટર જાહિર ઈકબાલ આ ફિલ્મનો ભાગ છે. ફિલ્મમાં હવે વધુ બે એક્ટર્સને સાઈન કરવામાં આવશે. હાલ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે અને ફેબ્રુઆરીમાં શૂટિંગ શરૂ થશે.
કહેવામાં આવી રહ્યું છે કે, સાઉથ સ્ટાર વેંકટેશ પણ આ ફિલ્મમાં જાેવા મળશે અને તેનું પાત્ર સલમાનના રોલને સમાંતર હશે. ફિલ્મ એક્શન કોમેડી હશે, જેને સાજિદ નાડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે અને ફરહા સામજી ડિરેક્ટ કરશે.SSS