સલમાનની ફિલ્મ ટાઈગર ૩માં ઈમરાન હાશ્મીની એન્ટ્રી
મુંબઈ: સલમાન ખાન અને કેટરીના કૈફ માર્ચ મહિનામાં તેમની અપકમિંગ ફિલ્મ ટાઈગર ૩નું શૂટિંગ માર્ચ મહિનાથી શરુ કરવાના છે. ટાઈગર ૩ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનવાની છે. ફિલ્મના પ્રોડ્યૂસર વિલનના રોલ માટે કોઈ નવા ચહેરાની શોધમાં હતા. માહિતી પ્રમાણે, મેકર્સે વિલનને કાસ્ટ કરી લીધો છે અને તે બીજાે કોઈ નહીં પરંતુ ઈમરાન હાશ્મી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યશ રાજ ફિલ્મ્સને લાગ્યું કે, ઈમરાન હાશ્મી ટીના રોલમાં ફિટ બસશે. તે સારો એક્ટર છે અને તેની જે ક્વોલિટી છે
તેણે આ રોલ અપાવવામાં મદદ કરી. શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ પઠાણનું શૂટિંગ ખતમ થઈ જાય બાદમાં આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે. પઠાણના ક્લાઈમેક્સમાં સલમાનનો નાનકડો રોલ છે. ટાઈગર ૩ના ફર્સ્ટ શિડ્યૂલનું શૂટિંગ મુંબઈમાં થશે, જે માર્ચ ૨૦૨૦માં થશે. ઈમરાન માર્ચ મહિનામાં જ ટીમને જાેઈન કરશે. પહેલું શિડ્યૂલ યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં થશે
જ્યાં ઈમરાન કેટરીના અને સલમાન સાથે કેટલાક સીનનું શૂટિંગ કરશે. બીજું શિડ્યૂલ મધ્ય પૂર્વમાં હશે અને ત્રીજું તેમજ છેલ્લું ફરીથી મુંબઈ હશે. સલમાન અને કેટરીના અગાઉ ફિલ્મ યુવરાજ, પાર્ટનર, મેને પ્યાર ક્યૂં કિયા, એક થા ટાઈગર અને ટાઈગર જિંદા હૈ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે સલમાન અને કરીનાની ફિલ્મ બોડીગાર્ડમાં કેટરીનાએ એક સોન્ગ કર્યું હતું.
જ્યારે કેટરીના અને રણબીર કપૂરની ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં કેમિયો કર્યો હતો. જ્યારે હેલોમાં બંનેએ સાથે કેમિયો કર્યો હતો. સલમાન ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, હાલ બનેવી આયુષ શર્મા સાથે તેની એક્શન એન્ટરટેનર ફિલ્મ અંતિમનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન શીખ પોલીસનો રોલ ભજવી રહ્યો છે. હાલમાં જ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરુ કરવામાં આવ્યું છે. આ સિવાય સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝની રાહ જાેવાઈ રહી છે.