સલમાનની ફિલ્મ મળતા હવે દિશા ટોપ સ્ટારમાં છે
મુંબઇ, બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી અભિનેત્રી દિશા પટની લોકપ્રિય સ્ટાર અભિનેત્રીની યાદીમાં સામેલ થઇ રહી છે. તેને સલમાન ખાન સાથેની સતત બીજી ફિલ્મ મળી ગઇ છે. તે સલમાન અભિનિત રાધે ફિલ્મમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તેને કિકના બીજા ભાગમાં લેવામાં આવે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. હાલમાં તે ભારત ફિલ્મમાં સલમાન સાથે નજરે પડી હતી. આ ફિલ્મના ગીતની હાલમાં ધુમ જાવા મળી હતી. સલમાન અને દિશા પરના ગીત સ્લો મોશનને રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચારેબાજુ ચર્ચા રહી હતી. એવુ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મ બાદ તે સલમાનની કિક-૨ ફિલ્મમાં પણ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી શકે છે. તમામને સલમાન અને દિશા વચ્ચેની કેમિસ્ટ્રી જારદાર રીતે ગીતમાં પસંદ પડી હતી.
ભારત ફિલ્મમાં કામ કર્યા બાદ તેને વધુ મોટી ફિલ્મ હાથ લાગે તેવી શક્યતા છે. ઉભરતી સ્ટાર દિશા પટનીની પણ પસંદગી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા હતી. સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે. તેની બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મમાં પણ તે નજરે પડી હતી. તેની પાસે સારા સારા પ્રોજેક્ટ આવી રહ્યા છે. સલમાન ખાનની મોટી ફિલ્મ હાથ લાગ્યા બાદ તે ભારે ખુશખુશાલ દેખાય છે. સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ જ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં અન્ય કેટલાક મોટા સ્ટારની પસંદગી પણ કરવામાં આવનાર છે. ભારત ફિલ્મમાં રોલ મેળવી લેવા માટે શ્રદ્ધા કપુરે પણ તમામ તાકાત લગાવી હતી જા કે તેને સફળતા મળી નથી. રાધે ફિલ્મના પોસ્ટર જારી થઇ ચુક્યા છે.