Western Times News

Gujarati News

સલમાનની રાધે ફિલ્મે રિલીઝ પહેલા ૧૦૦ કરોડથી કમાણી કરી

મુંબઈ: બોલિવૂડના દબંગ સલમાન ખાને તાજેતરમાં જ તેની મોસ્ટ અવેટેડ એક્શન ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. સલમાન ખાન ફિલ્મ્સના ઓફિશિયલ હેન્ડલ પરથી ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાનનો એક વીડિયો પોસ્ટ કરીને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

હવે આ સાથે જાેડાયેલા અન્ય એક સમાચાર આવી રહ્યા છે. અહેવાલ છે કે, આ ફિલ્મે તેની રિલીઝ પહેલા કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. બોલિવૂડ હંગામામાં પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ, સલમાને ફિલ્મ રાધેનું સેટેલાઇટ, થિયેટર રિલીઝ, ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્‌સ ઝી સ્ટુડિયોઝને ૨૩૦ કરોડમાં વેચ્યા છે.

જાે આ અહેવાલ સાચો છે, તો પછી કહો કે કોરોના સમયગાળામાં આ સોદો એ અત્યાર સુધીનો સૌથી મોટી સોદો હશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, રાધે ફિલ્મ આવતા વર્ષે ઇદ પર રિલીઝ થશે. હા, જે સમાચારો બહાર આવી રહ્યા છે, તેના પરથી ખબર પડે છે કે, આ ફિલ્મ ૧૨ મે ૨૦૨૧ના રોજ રીલિઝ થશે.

સમાચારો અનુસાર, ફિલ્મની રિલીઝ તારીખ વિશે તાજેતરમાં એક બેઠક મળી હતી, જેમાં પ્રભુદેવા, સોહેલ ખાન અને સલમાન ખાન પણ હાજર હતા. અગાઉ આ ફિલ્મ આવતા વર્ષે રિપબ્લિક ડે પર રિલીઝ થવાની વાત કરવામાં આવી હતી,

પરંતુ કોવિડ -૧૯ના કારણે થિયેટરો પ્રત્યે ઓછો ઝુકાવ જાેતાં આ મોટી બજેટ ફિલ્મ આવતા વર્ષે ઇદ પર રિલીઝ થવાની સંમતિ આપી હતી. તમને જણાવી દઈએ કે, રાધેની ભૂમિકામાં સલમાન ખાન સિવાય દિશા પટણી, જેકી શ્રોફ અને રણદીપ હૂડા પણ છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવા અને સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.