સલમાનને ક્યારેય અંગતમાં ન મળી હોવાનો શહેનાઝે કર્યો ખુલાસો

મુંબઈ, એક ઈફ્તાર પાર્ટીમાં શહેનાઝ ગિલની સલમાન ખાન અને શાહરુખ ખાન સાથેની મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની વચ્ચે જાેવા મળેલું સ્વીટ જેશ્ચર હેડલાઈન્સ બની ગયું હતું અને ફેન્સ પણ આ જાેઈને ખુશ થયા હતા. હાલમાં, શહેનાઝ ગિલ એક ટોક શોમાં હાજર રહી હતી.
વાતચીત દરમિયાન, શહેનાઝને તેના સલમાન સાથેના બોન્ડિંગ પૂછવામાં આવ્યું હતું. જવાબમાં તેણે કહ્યું હતું કે, તે સલમાનના આત્મવિશ્વાસ અને પ્રભાવથી આકર્ષિત છે. સલમાન જે રીતે સ્થિતિ સંભાળી લે છે તેના વખાણ કરતાં શહેનાઝે કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ તમારા વખાણ કરે, ત્યારે તે તમારા ફેવરિટના લિસ્ટમાં આવે છે.
તો મને છે ને સલમાન સર ખૂબ જ વધારે…મતલબ…તેઓ આત્મવિશ્વાસું છે. તેમને ખબર છે કે કોની સાથે કઈ વાત કરવાથી શું મળશે. અને તેઓ ખૂબ સારી રીતે સ્થિતિને સંભાળે છે’. દબંગ ખાન’ સાથેના બોન્ડ વિશે વાત કરતાં શહેનાઝ ગિલે ખુલાસો કર્યો હતો કે, તે તેને અંગત રીતે ક્યારેય મળી નથી.
તેણે કહ્યું હતું ‘લોકોને લાગે છે કે મેં તેમની સાથે અંગત રીતે સમય પસાર કર્યો હશે. પરંતુ હું પર્સનલી તેમને ક્યારેય મળી નથી. ત્યારે તેઓ આસપાસ હોય છે ત્યારે થોડી શરમ અનુભવું છે. મારી પાસે તેમનો નંબર પણ નથી’. શહેનાઝે સલમાન વિશે વધુમાં વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તે તેના માટે ક્યારેય ‘સલમાન ખાન’ હશે નહીં.
‘તેમના માટે ક્યારેય મોંમાંથી સલમાન ખાન નહીં નીકળે. હંમેશા સર જ નીકળ્યું છે’, તેમ તેણે કહ્યું હતું. જાે કે, શાહરુખ ખાન વિશે ચર્ચા કરતાં, શહેનાઝ ગિલે કહ્યું હતું કે તેણે તેને હંમેશા Friend તરીકે જાેયો છે અને તે તેને ક્યારેય ‘સર’ કહીને સંબોધવા માગતી નથી.
વધુમાં તેણે તે કેવી રીતે બોલિવુડના બાદશાહની ફેન બની તેના વિશે જણાવ્યું હતું. ‘પંજાબમાં રહેતી હતી, હું મારી દુનિયામાં રહેતી હતી. પરંતુ જ્યારે આ મોટી દુનિયામાં આવી, મેં વિચાર્યું, શાહરુખ ખાનને લોકો આટલો પ્રેમ કરે છે, હું કેમ પ્રેમ નથી કરતી? મેં તેમની ફિલ્મ જાેઈ અને ફેન બની ગઈ’.SSS