Western Times News

Gujarati News

સલમાનને મળવા આવેલા ફેનને રાધેમાં વિલનનો રોલ મળ્યો

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મમાં વિલનનો રોલ અદા કરનારો સંગે શેલ્ત્રિમ સલમાનનો મોટો ફેન છે

મુંબઈ: સલમાન ખાનની ફેન ફોલોઇંગ આખી દુનિયામાં છે. આજે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ રિલીઝ થવાની છે. ઇદનાં સમયે સલમાને ફેન્સ માટે ખાસ ગિફ્ટ આપી છે. પણ આ ફિલ્મ સાથે જાેડાયેલાં એક ખાસ કેરેક્ટર અંગે આજે વાત કરીએ. તેની રિયલ લાઇફની કહાની પણ ઘણી જ દિલચસ્પ છે. ક્યારેક સલમાનની સાથે સેલ્ફી લેવા આવનારા એક ફેનને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઇ છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ સંગે શેલ્ત્રિમની.

જે ભૂટાનનો રહેવાસી છે. સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મમાં વિલનનો રોલ અદા કરનારો સંગે શેલ્ત્રિમ સલમાનનો મોટો ફેન છે. તેનાં ફેનની કિસ્મત તે રીતે ચમકી કે તેને સીધી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તક મળી ગઇ. તે પણ સલમાન ખાનની સાથે ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’માં સંગે સલમાન ખાનનો મોટો ફેન છે અને બાળપણથી જ તે તેને ફોલો કરતો હતો. સંગેનું કહેવું છએ કે, જ્યારે સલમાનની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ આવી હતી.

ત્યારે તે ફક્ત ૭ વર્ષનો હતો. સંગેએ સલમાનની સાથે તેની મુલાકાત પર વાત કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૯માં તે મુંબઇ આવ્યો હતો. આ સમયે તેનાં એક મિત્રએ તેને સલમાન ખાન સાથે ‘દબંગ ૩’નાં સેટ પર મળાવ્યો હતો. અમે બંને જ બોડી બિલ્ડર છીએ તેથી આ મુદ્દે અમારી વાતચીત થઇ હતી. પણ આ મુલાકાત બાદ સંગે પરત તેનાં દેશ ભૂટાન ચાલ્યો ગયો હતો. એક દિવસ તેનાં મિત્રનો મુંબઇથી ફોન આવ્યો કે, સમલાન ખાને તને યાદ કર્યો છે અને તને મળવાં માંગે છે. જાેકે, મને ફોન પર જ કહી દેવામાં આવ્યું હતું કે, મને સમલાન ખાનની ફિલ્મ ‘રાધે’માં એક રોલ મળવાનો છે. ભૂટાનનાં રહેવાસી સંગે માટે આ કોઇ સપનાથી કમ ન હતું.

કારણ કે, જે સ્ટારનો તે ફેન છે તે આજે તેની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાં માંગે છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાથે દિશા પટની, રણદીપ હુડ્ડા, બિગ બોસ ફેઇમ ગૌતમ ગુલાટી અને જેકી શ્રોફ છે. ફિલ્મમાં સલમાન ખાન એક પોલીસ ઓફિસરનાં રોલમાં નજર આવે છે જે ડ્રગ્સ માફિયાનો અંત લાવે છે.  પર આ ફિલ્મની સ્ટ્રીમિંગ આજે ગુરુવારે ૧૩ મેનાં રોજ બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થઇ શકે છે. એટલું જ નહીં માનવામાં આવે છે કે, ઇદનાં દિવસે આ ફિલ્મની રેકોર્ડ સ્ટ્રીમિંગ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે, આ ફિલ્મ ઓનલાઇન ફ્રી જાેવા નહીં મળે. પણ દર્શકોએ આ માટે પૈસા ચુકવવાનાં રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.