સલમાનને રોકનારા કર્મીની કામગીરીને બિરદાવાઈ

મુંબઈ, બે-ત્રણ દિવસ પહેલા જ અહેવાલો વાયરલ થયા હતા કે સલમાન ખાનને એરપોર્ટ પર રોકનારા સીઆઈએસએફના અધિકારી સામે પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. આ અધિકારી સામે કાર્યવાહી નથી થઈ, ઊલટાનું ફરજ દરમિયાન તેની કામગીરીને બિરદાવાઈ છે. મીડિયામાં વહેતા થયેલા અહેવાલોને ખોટા ગણાવતાં સીઆઈએસએફ (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)એ સ્પષ્ટતા કરી છે.
સીઆઈએસએફએ ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પરથી લખ્યું છે, આ ટિ્વટની વિગતો ખોટી અને તથ્યો તપાસ્યા વિનાની છે. હકીકતે તો, અહીં જે ઓફિસરની વાત છે તેને ફરજ દરમિયાન પ્રોફેશનલ વલણ રાખવા બદલ યોગ્ય ઈનામ આપવામાં આવ્યું છે.
સીઆઈએસએફ દ્વારા કરવામાં આવેલું આ ટિ્વટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦ ઓગસ્ટના રોજ સલમાન ખાન વહેલી સવારે મુંબઈ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. ‘ટાઈગર ૩’ના શૂટિંગ માટે સલમાન-કેટરિના રશિયા જવા રવાના થયા હતા. એ સમયનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં સલમાન સીધો અંદર ઘૂસવા જઈ રહ્યો હતો ત્યારે ફરજ પર હાજર સીઆઈએસએફ ઓફિસરે તેને રોક્યો હતો અને ઈશારો કરીને પહેલા સિક્યુરિટી ચેકપોઈન્ટ પરથી ક્લિયરન્સ લેવાનું કહ્યું હતું.
સીઆઈએસએફ ઓફિસરની આ કામગીરીની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ હતી. સલમાનના સ્ટારડમથી અંજાયા વિના ઓફિસરે ડ્યૂટી કરતાં લોકોએ તેને સલામ કર્યું હતું. એવામાં મીડિયામાં અહેવાલ વહેતા થયા હતા કે, સીઆઈએસએફ ઓફિસરનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે જેથી તે આ અંગે મીડિયા સાથે કોઈ વાત ના કરી શકે.
દરમિયાન, સલમાન ખાને હાલ તો રશિયામાં શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરથી તેના લૂકની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટરિનાએ પણ રશિયાથી કેટલીક ખૂબસૂરત તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. કહેવાઈ રહ્યું છે કે, સલમાન ખાનનો ભત્રીજાે નિર્વાન ખાન પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
જાેકે, તે ફિલ્મી પડદે દેખાશે કે ઓફ-કેમેરા તેની ચોક્કસ વિગતો સામે આવી નથી. વર્કફ્રંટની વાત કરીએ તો, ટાઈગર ૩ ઉપરાંત સલમાન ખાન પાસે કભી ઈદ કભી દિવાળી અને કિક ૨ જેવી ફિલ્મો છે. કભી ઈદ કભી દિવાળીમાં સલમાન પૂજા હેગડે સાથે જાેવા મળશે જ્યારે કિક ૨માં જેક્લીન ફનાર્ન્ડિઝ સાથે જાેડી જમાવશે. ઉપરાંત સલમાન ખાન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાણમાં મહેમાન કલાકાર તરીકે જાેવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે જ્યારે જાેન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકા ભજવશે.SSS