Western Times News

Gujarati News

સલમાનનો પુરો પરિવાર ચંદ્રમુખી ચૌટાલાનો ફેન

મુંબઈ: બિગ બૉસ ૧૪માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લઇને ટીવી શો એફઆઇઆની ધાકડ પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રમખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિકએ જોરદાર એન્ટ્રી લી છે. અને ઘરમાં આવતા જ તેને કેપ્ટન બનાવવામાં આવી છે. પણ શું તમને ખબર છે કે ચંદ્રમુખીના ફેન ખાલી આમ જનતા જ નહીં પણ સલમાન ખાન અને તેમનો સમગ્ર પરિવાર પણ છે. તેમની એક્ટિગના ફેન થઇને સલીમ ખાનને અભિનેત્રીને તેના ઘરે લંચ પર આવવા માટે ઇનવાઇટ કર્યું છે.

કવિતા કૌશિકની સ્ટેજ પર જ હોસ્ટ સલમાન ખાનને ભરપેટ વખાણ કર્યા હતા.
બિગ બોસ ૧૪માં એન્ટ્રી લીધા પછી કવિતા કૌશિકની સ્ટેજ પર જ હોસ્ટ સલમાન ખાનને ભરપેટ વખાણ કર્યા હતા. સબ ટીવી પર આવતા તેના શો એફઆઈઆરમાં તે લેડી દબંગ એટલે કે ચંદ્રમુખી ચૌટાલાનો રોલ ભજવું ચૂકી છે. સલમાન પોતે કહ્યું કે હું પોતે તમારો ફેન છું. બિગ બૉસમાં એન્ટ્રી પહેલા અભિનેત્રીને કહ્યું કે હું તેને નજીકના સંબંધ નહીં કહું. સલમાન, સોહેલ, અરબાજ અને સલીમ અંકલ તથા હેલન આંટી એફઆઇઆર દેખે છે. અને આ શો પછી સલીમ અંકલે મને ઘરે લંચ પર બોલાવી હતી.

સલીમ અંકલ મને બોલાવી હતી. તેમણે કહ્યું હતું કે મને તારો શો ગમે છે
અભિનેત્રીએ સલીમ ખાનના ઘરે લંચ પર જવાની વાતે ખુલાસો આપતા કહ્યું કે સલીમ અંકલ મને બોલાવી હતી. તેમણે કહ્યું હતું કે મને તારો શો ગમે છે અને બધા તમારા શોને ખૂબ એન્જોય કરીએ છીએ. તેમણે મને સારી રીતે હોસ્ટ કરી હતી. અને આ બધુ એટલા માટે કે તેમણે મારો શો પસંદ આવ્યો હતો.

કવિતાએ શોમાં એન્ટ્રી લેતા જ તેમણે આખો સીન પલ્ટી નાંખ્યો તેમણે ઘરમાં કેપ્ટન બનીને દરેક પાસેથી સારી રીતે કામ નીકાળ્યું.
કવિતા કૌશિકે કહ્યું કે હું આભારી છું કે તેમના આ પગલાથી મારા જેવી આર્ટીસ્ટને રાણી જેવી અનુભૂતિ થઇ. આ સિવાય મારી સલમાન અને તેમના પરિવારથી કોઇ મિત્રતા નથી, કાશ તેવું હોત પણ તેવું થયું નહીં. તમને જણાવી દઇએ કે કવિતાએ શોમાં એન્ટ્રી લેતા જ તેમણે આખો સીન પલ્ટી નાંખ્યો તેમણે ઘરમાં કેપ્ટન બનીને દરેક પાસેથી સારી રીતે કામ નીકાળ્યું. અને સાથે જ દર્શકોને તેમની બિન્દાસપણું ખૂબ જ પસંદ આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.