સલમાને કેટરીનાના ઘરની સામે નશામાં તમાશો કર્યો હતો
મુંબઈ, સલમાન ખાન અને કેટરીના કેફ પોતાના અફેરના કિસ્સાના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે પરંતુ તેમના બ્રેક અપ પછી પણ બંનેના કિસ્સા સામે આવતા રહે છે. સલમાન અને કેટરીના લાંબા સમય સુધી એકબીજા સાથે હતા પરંતુ એક એવી ઘટના ઘટી કે બંને હંમેશા માટે અલગ થઇ ગયા. મોટા ભાગના લોકો જાણે છે કે સલમાન અને કેટરીનાના બ્રેક અપ પાછળ કારણ શું હતુ પરંતુ સાચુ કારણ હવે સામે આવ્યું છે. કેટરીના જ્યારથી બોલીવૂડમાં આવી ત્યારથી ઘણા મોટા બેનર હેઠળ તેણે કામ કર્યું.
જ્યારે અક્ષય કુમાર સાથે હમકો દિવાના કર ગયે, નમસ્તે લંડન અને સિંઘ ઇઝ કિંગ જેવી ફિલ્મો કરી ત્યારે બંને વચ્ચે સંબંધો પણ વધ્યા હતા. અક્ષય અને કેટરીનાને સાથે જાેઇને સલમાનને ગુસ્સો આવવા લાગ્યો કારણકે લોકો કહેવા હતા કે અક્ષય-કેટરીનાની જાેડી વધારે સારી લાગે છે. વર્ષ ૨૦૦૮માં સલમાન અને કેટરીના એક કેફેમાં ગયા ત્યારે બંને વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી થઇ ગઇ હતી.
વાત એટલી વધી ગઇ કે સલમાને કેટરીનાને એક તમાચો ચોડી દીધો હતો. જે બાદ સલમાને કેટરીનાના ઘરની સામે નશાની હાલતમાં તમાશો કર્યો હતો. સલમાનની આ હરકત જાેઇને કેટરીના ખુબ પરેશાન થઇ ગઇ હતી અને બંને વચ્ચેની લવસ્ટોરીનો ધ એન્ડ થઇ ગયો હતો. દરેક લોકો જાણે છે કે કેટરીનાને ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ અપાવનાર સલમાન ખાન છે.
કેટરીનાની પહેલી ફિલ્મ મેને પ્યાર ક્યોં કીયાથી બંનેની લવ સ્ટોરી શરૂ થઇ હતી. પ્રેમ આગળ વધે તે પહેલા જ બંનેનો સંબંધ તૂટી ગયો હતો.SSS