સલમાને પોતાની સ્ટાઈલમાં કેટરીનાને લગ્નની શુભેચ્છા આપી
મુંબઇ, કેટરીના કૈફના લગ્નમાં સલમાન ખાન જાેવા ના મળ્યો તેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી, આ સિવાય સલમાને કેટરીનાને લગ્ન થયા પણ શુભેચ્છાઓ પાઠવી કે નહીં તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ બી-ટાઉનમાં થઈ રહી હતી.
કેટરીના અને સલમાનના ફેન્સની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. સલમાને પોતાની સ્ટાઈલમાં કેટરીનાને વિકી કૌશલ સાથે લગ્ન કરવા બદલ શુભેચ્છા પાઠવી છે. તાજેતરમાં, સલમાન ખાનના સાળા આયુષ શર્માએ પણ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ મોટો મુદ્દો નથી.
કેટરીનાના લગ્ન પર સલમાનના નામે થતી ચર્ચાનો અંત આવી ગયો હતો ત્યાં સલમાન ખાને ફરી એકવાર ચર્ચા જગાવી દીધી છે, અને આ પાછળનું કારણ છે સલમાન ખાને કેટરીનાને તેના લગ્ન પર શુભેચ્છા પાઠવી છે.
આ બધું BB-૧૫ના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન થયું હતું, આ દરમિયાન વિવિધ પરફોર્મન્સ આપવામાં આવી રહ્યા હતા ત્યારે સલમાન ખાને કેમેરા સામે જાેઈને કહ્યું કે, કેટરીના, શાદી મુબારક હો. સલમાને રાખી સાવંત અને બિગ બોસ ૧૫ની વિજેતા રુબિના દિલેકનું પરફોર્મન્સ પત્યા બાદ કેટરીનાને શુભેચ્છા પાઠવી હતી.
રાખી અને રુબિનાએ ૨૦૧૨માં આવેલી ફિલ્મ અગ્નિપથના કેટરીનાના આઈટમ નંબર ચિકની ચમેલી પર ડાન્સ કર્યો હતો, કેટરીનાના ડાન્સ સ્ટેપના કારણે આ ગીત ઘણું જ પોપ્યુલર બન્યું હતું, આજે પણ આ ગીત ડીજે પાર્ટી સહિતના કાર્યક્રમોમાં વગાડવામાં આવે છે.
આવું પહેલીવાર નથી બન્યું કે સલમાને શોમાં કેટરીનાનો ઉલ્લેખ કર્યો હોય, બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલે પણ કેટરીનાના લગ્ન મુદ્દે સલમાન ખાનને ચીડવ્યો હતો.
શહેનાઝે હાલમાં કેટરીના અને વિકી કૌશલના લગ્નને લઈને સલામાન સાથે મજા કરતા કહ્યું હતું કે, સર, તમે ખુશ રહો. સોરી, હું વધારે તો નથી બોલી ગઈને? પછી તેણે કહ્યું, પણ તમે સિંગલ વધારે સારા લાગો છો ત્યારે સલમાને પોતાની રિલેશનશિપ અંગે સંકેત આપ્યો કે, હા, જ્યારે થઈ જઈશ ત્યારે સારું લાગશે. આ દરમિયાન આશ્ચર્ય દર્શાવતા હાવભાવ સાથે સલમાનને પૂછે છે કે, અચ્છા તમે કમિટેડ છો?SSS