સલમાન અને અક્ષયને સાથે લાવવા માટેના પ્રયાસો જારી
મુંબઇ, બોલિવુડના બે સૌથી મોટા સ્ટારને એક સાથે લઇને ફિલ્મ બનાવવા માટેની બાબત સરળ નથી. વિતેલા વર્ષોમાં તમામ ટોપ સ્ટાર સાથે કામ કરી ચુક્યા છે પરંતુ આજે તેમની ઇમેજ અલગ પ્રકારની બની ચુકી છે. જેથી સાથે રાખીને ફિલ્મ બનાવવા માટેની બાબત સરળ નથી. વિતેલા વર્ષોમાં તેમને સાથે લઇને ફિલ્મો બનાવનાર નિર્માતા નિર્દેશકો પણ હવે મુશ્કેલી અનુભવી રહ્યા છે. કારણકે તેમને સાથે લેવા માટે મજબુત સ્ટોરી અને રોલ બંને માટે જરૂરી હોય છે. આવી સ્થિતિ અક્ષય કુમાર અને સલમાન ખાનને લઇને ફિલ્મ બનાવવા માટેની રહેલી છે. બંનેને સાથે લઇને ફિલ્મ બનાવવી મુશ્કેલ છે. અરહાદ સામજી બંનેને લઇને જુદા જુદા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
જો કે સાથે લાવવા માટેના પ્રયાસ હાલ હાથ ધરવામાં આવ્યા છે. ફરહાદ સામજી સાજિદ નડિયાદવાળાની સાથે જોડી જમાવીને બે ફિલ્મો બનાવી રહ્યા છે. જે પૈકી એક અક્ષય કુમારની સાથે છે અને અન્ય સલમાન ખાનની સાથે છે. અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાન્ડે છે. આવી જ રીતે સલમાન ખાનની સાથે તેમની કભી ઇદ કભી દિવાળી રહેલી છે. ફરહાદ સલમાન ખાન સાથે પ્રથમ વખત કામ કરી રહ્યા છે. તમામ લોકો જાણે છે કે જ્યારે ૫૪ વર્ષીય સલમાન ખાન હદ દિલ જો પ્યાર કરેગાના શુટિંગમાં હતો ત્યારે સંઘર્ષના દિવસોમાં ફરહાદ એક સેટથી બીજા સેટ પર જતા હતા. સલમાન ખાન અને અક્ષય કુમારની સાથે ફિલ્મ કરીને તે ખુબ ખુશ છે. આગામી પ્રોજેક્ટને લઇને બંને કલાકારો ઉત્સુક છે. હાલના સમયમાં સલમાન અને અક્ષય કુમાર સૌથી મોટા સ્ટાર તરીકે રહેલા છે. તેમની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર જારદાર ધુમ મચાવી રહી છે. બંંને પાસે અનેક પ્રોજેક્ટ છે.