સલમાન એક્શન સીન ૧૫-૨૦ સેકેન્ડમાં પૂર્ણ કરી લેતો
ગૌતમ ગુલાટીએ કહ્યું કે, સલમાન ખાન બહુ તેજ અને સ્ફૂર્તીલો છે તેમજ તેને કોઇ પણ ટ્રેનિંગની જરૂર નથી
મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ દુનિયાભરમાં જાેવામાં આવી રહી છે. ભારતમાં ફિલ્મ ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ થઇ છે. આ ફિલ્મ જ્યાં એક તરફ સલમાન ખાનનાં ફેન્સને પસંદ આવી રહી છે, તો બીજી તરફ ક્રિટિક્સ તેની આલોચના કરી રહ્યાં છે. લોકોનું માનવું છે કે, સલમાન ખાનને હવે સ્ટંટવાળી આ પ્રકારની ફિલ્મ ન કરવી જાેઇએ. પણ આપ જાણો છો રાધેનાં ફાઇટ સિન્સ માટે ભાઇજાન ફક્ત ૨૦ સેકેન્ડમાં જ તૈયાર થઇ જતો હતો?
વાતચીત દરમિયાન ફિલ્મમાં ગિરગિટનો રોલ અદા કરનારા ગૌતમ ગુલાટીએ કહ્યું કે, સલમાન ખાન બહુ તેજ અને સ્ફૂર્તીલો છે. તેને કોઇ જ ટ્રેનિંગની જરૂર નથી. મે તેમને પુછ્યું કે, તે એક્શન સીક્વન્સ પર આપવામાં આવતી સલાહોને કેવી રીતે લે છે? તેનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘હું ૩૪-૩૫ વર્ષથી આ કરું છું. મને તેની ટ્રેનિંગની જરૂર નથી.’ આ એક સત્ય છે, જાે આપ તેમને લાઇવ પરફોર્મ કરતાં જાેવો છો તો આપને માલૂમ થઇ જશે. તેણે વધુમાં કહ્યું કે, મને યાદ છે કે, કોરિયન લોકો પણ તેને આટલી જલ્દી સ્ટંટ કરતાં જાેઇ હેરાન થઇ ગયા હતાં. એક સીક્વેન્સને કોરિયોગ્રાફ કરવામાં કલાકો લાગી જાય છે. અને સલમાન ખાન બસ એક નજર નાખી લેતા
૧૫-૨૦ સેકેન્ડમાં સ્ટંટ માટે તૈયાર થઇ જતો. તે ફક્ત કોરિયોગ્રાફી જાેવે છે. તે બાદ ફટાફટ તૈયાર થઇ જાય છે. એક્શન સીન્સ માટે અમે ૧૦-૧૫ દિવસની ટ્રેનિંગ લીધી હતી. કોરિયન ટીમ મુંબઇ આવી અને અમે (રણદીપ, સાંગે અને ગૌતમ) સલમાન સાથે ફાઇટ સિન્સ માટે એક સાથે ટ્રેનિંગ કરતાં હતાં. અમે ઘણાં દિવસ સુધી ટ્રેનિંગ બાદ સિન્સ તૈયાર કરતાં અને સલમાન સર એમજ તૈયાર થઇ જતા હતાં.
વધુમાં ગૌતમે જણાવ્યું કે, ‘સલમાન ખાન સાથે કામ કરીને તે ખુબજ ખુશ છે. તેણએ કહ્યું કે, તેમને પણ મારું કામ પસંદ આવ્યું. પ્રભુદેવા સરને પણ મારી એક્ટિંગ ગમી. એક નવાં આર્ટિસ્ટ તરીકે મને લેવામાં આવ્યો હતો. મારી આ નવી સફરની શરૂઆતથી હું એકદમ ખુશ છું.’ આપને જણાવી દઇએ કે, ગૌતમ જલ્દી જ અન્ય નવાં પ્રોજેક્ટ્સ પર કામ કરતો નજર આવશે.