સલમાન ખાનના બર્થડે પર જેનેલિયાએ જોરદાર ડાંસ કર્યો

મુંબઇ, બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ૨૭ ડિસેમ્બરે એનો ૫૬મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મ જગત અને ફેન્સના મનપસંદ અભિનેતાને ચોતરફથી જન્મદિવસની શુભકામનાઓ મળી રહી છે. સલમાન ખાન પણ શુભકામનો મેળવીને ખુશ છે અને સામે લોકોનો આભાર માની રહ્યો છે.
સલમાન ખાનને બર્થડેના એક દિવસ પહેલા જ સાપે ડંખ માર્યો હતો, જેના કારણે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે પછી સંપર્ણ રીતે સ્વસ્થ જાેવા મળ્યો હતો. સલમાન ખાનને કરડેલો સામ ઝેરી નહોતો. જાેકે આ ઘટના પછી સલમાન ખાનના ફાર્મહાઉસ પર ધમાકેદાર બર્થડે પાર્ટી થઇ હતી. જેમાં બોલીવુડની દિગ્ગજ હસ્તીઓ સાથે એક્ટ્રેસ અને રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા પણ જાેવા મળી હતી.
જેનેલિયાએ આ સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં ભારે ધમાલ કરતાં એક્ટર સાથે મસ્તીભર્યો ડાંસ કર્યો હતો. જેનેલિયા દેશમુખે એના ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાન સાથેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં જેનેલિયા અને સલમાન ખાન બંને મરુન કલરના આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં બંને કલાકારો મસ્તીમાં ડાંસ કરતા નજરે ચડે છે. આ વીડિયો સલમાન ખાનની બર્થડે પાર્ટીનો છે. જેને જાેઇને અનુમાન લગાવી શકાય છે કે સુપરસ્ટારની બર્થડે પાર્ટી શાનદાર રહી હશે. રવિવારે સલમાન ખાનની તબિયત વિશે જણાવતાં એના પિતા સલીમ ખાને બર્થડે પાર્ટીની વાત કરી હતી.
સલમાન ખાન સાથે ડાંસનો વીડિયો શેર કરતાં જેનેલિયાએ લખ્યું છ-સૌથી મોટુ દિલ રાખનારાને જન્મ દિવસની શુભકામનાઓ. ભગવાન તમને બહુ બધી ખુશીઓ આપે અને સારું સ્વાસ્થ આપે. અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. આજે ભાઇનો બર્થડે છે.
સલમાન ખાનના બર્થડે પર કેટરિના કૈફે પણ શુભકામનાઓ પાઠવી છે. કેટરિનાએ સલમાન ખાનનો મોનોક્રોમ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે- સલમાન ખાન હેપ્પી બર્થડે ટૂ યૂ. બહુ બધો પ્રેમ, રોશની અને બ્રિલિયન્સ હમેશા તમારી સાથે રહે. મેસેજ સાથે કેટરિનાએ હાર્ટ ઇમોજી પણ શરે કરી હતી.SSS