સલમાન ખાનના હમશકલની ધરપકડ, જાહેર સ્થળે લોકોને ભેગા કરીને શાંતિભંગ કર્યાે

ઠાકુરગંજ, ઠાકુરગંજ પોલીસે અનુમતિ વગર ઐતિહાસિક સ્થળ ઘંટાઘર પર ફેસબુક રીલ બનાવતા ડુપ્લીકેટ સલમાન ખાનને રવિવારે રાત્રે અરેસ્ટ કર્યો.
અનુમતિ વગર રીલ્સ બનાવવા પર પોલીસે રોક્યો, તો આઝમ પોલીસ સાથે પણ દલીલો કરવા લાગ્યો. પોલીસે ડુપ્લિકેટ સલમાન ખાનને શાંતિ ભંગ કરવાનાં આરોપમાં અરેસ્ટ કર્યો. અરેસ્ટ થયેલ યુવક આઝમ અન્સારી અભિનેતા સલમાન ખાનની જેમ જ કપડા પહેરીને તેની જ એક્ટિંગ કરીને ફેસબુક પર રીલ્સ પોસ્ટ કરે છે. આ કારણે ઇન્ટરનેટ પર પણ તેના ઘણા ફોલોવર્સ છે.HS