Western Times News

Gujarati News

સલમાન ખાનની ફિલ્મમાં અનુપમાનો વનરાજ દેખાશે

મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ આ વર્ષે ઈદ પર થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સીરિયલ ‘અનુપમા’નો વનરાજ એટલે કે એક્ટર સુધાંશુ પાંડે પણ જાેવા મળશે. સુધાંશે આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જાેવા મળશે. સુધાંશુએ ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું, “મેં લાંબા સમય પહેલા રાધે માટે શૂટિંગ કર્યું હતું અને મારા રોલનું ડબિંગ પણ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મમાં હું નેગેટિવ અવતારમાં જાેવા મળીશ.

આ એક સ્પેશિયલ અપિયરન્સ છે. સિંઘ ઈઝ કિંગ’ ફિલ્મમાં કામ કરી ચૂકેલા સુધાંશુ પાંડેએ બોલિવુડમાં હવે સ્પેશિયલ અપિયરન્સ રોલ નહીં કરવાનો ર્નિણય કર્યો હતો પરંતુ તે પ્રભુ દેવાને ના ન પાડી શક્યો. “અગાઉ મેં એક તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં પ્રભુ દેવા લીડ રોલમાં હતા અને હું વિલનના. તેમણે કદાચ મને મગજમાં રાખ્યો હશે અને બાદમાં કાસ્ટિંગ એજન્સી દ્વારા રાધે માટે મારો સંપર્ક કર્યો હતો. મેં ઘણાં કેરેક્ટર રોલ અથવા સ્પેશિયલ અપિયરન્સ કર્યા છે એટલે હું કરવા માગતો નહોતો

પરંતુ પ્રભુ દેવાને ના ન કહી શક્યો. મેં આ ફિલ્મ માત્ર તેમના માટે કરી છે”, તેમ સુધાંશુએ ઉમેર્યું. ડાયરેક્ટર-કોરિયોગ્રાફર પ્રભુ દેવા સાથેના સંબંધ વિશે વાત કરતાં એક્ટરે કહ્યું, “પ્રભુ દેવા સાથેના મારા સંબંધો એકદમ પ્રોફેશનલ છે. મેં એક કલાકાર તરીકે હંમેશા તેમની પ્રશંસા કરી છે અને એ વાતનો આનંદ છે કે તમિલ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને થોડી વધુ સારી રીતે ઓળખી શક્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.