સલમાન ખાનની ભત્રીજી પર કેટરીનાએ પ્રેમ વરસાવ્યો
મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. અલીઝેહ સલમાન ખાનની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી અને અતુલ અગ્નિહોત્રીની પુત્રી છે, જે પોતાની બિન્દાસ અને બોલ્ડ સ્ટાઇલથી ફેન્સની વચ્ચે છવાયેલી છે.
અલીજેહ વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તે જલ્દી જ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી શકે છે. પરંતુ, આ બધાની વચ્ચે અલીજેહનો એક ફોટો છે, જે હેડલાઇન્સમાં છે.
તેણે પોતે જ પોતાનો આ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અલીઝેહ અગ્નિહોત્રી છઙ્મૈડીર છખ્તહૈર્રંિૈ સિક્વિન ડ્રેસમાં જાેવા મળી રહી છે અને તેને આ અવતારમાં જાેઈને તેના ફેન્સ અને ફોલોઅર્સ પણ દંગ રહી ગયા હતા. આટલું જ નહીં, ઘણા સેલેબ્સ પણ અલીજેહના ફોટો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ફોટો શેર કરતી વખતે, અલીજેહે કેપ્શનમાં એક ગ્રહનું ઇમોજી બનાવ્યું છે. ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે, ફેશન ડિઝાઈનર એશ્લે રેબેલો અને કેટરીના કૈફે પણ અલીજેહના ફોટો પર કોમેન્ટ કરી છે. અલીજેહના ફોટો પર કેટરિનાની કોમેન્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે. અલીજેહના આ મોનોક્રોમ ફોટો પર કોમેન્ટ કરતા કેટરીનાએ લખ્યું બ્યુટી.
આમિર ખાનની પુત્રી આયરા ખાને પણ અલીજેહના ફોટો પર કોમેન્ટ કરી છે અને રેડ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે. અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડેએ ફાયર ઈમોજી સાથે લખ્યું વાહ.
અલીજેહના પરિવારના સભ્યોએ પણ તેના ફોટા પર પ્રતિક્રિયા આપી છે. તેની માતુશ્રી હેલન લખે છે બ્યુટીફુલ, મારી પ્રિય અલીજેહ. તેના ભાઈ અયાન અગ્નિહોત્રીએ સ્પાર્કલ્સ ઈમોજી દ્વારા પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે, અલીઝેહ સલમાન ખાનની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી અને અતુલ અગ્નિહોત્રીની પુત્રી છે. એવી ચર્ચાઓ છે કે, અલીજેહ ટૂંક સમયમાં બોલિવૂડમાં પગ મૂકવા માટે તૈયાર છે. પરંતુ, આ દરમિયાન તે મોડલિંગમાં પણ હાથ અજમાવી રહી છે. સપ્ટેમ્બરમાં, તેણીએ જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં લોકોને દંગ કરી દીધા હતા.SSS