સલમાન ખાનની હત્યા માટે રેકી કરનાર શખ્સ ઝડપાયો
મુંબઈ, ફિલ્મ સ્ટાર સલમાન ખાનની હત્યા માટે મુંબઇમાં રેકી કરનારા બદમાશની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ રેકી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા કરાવવામાં આવી હતી. ભિવાનીનો રહેવાસી રાહુલ લોરેન્સ બિશ્નોઇ ગેંગનો એક હેંચમેન છે. પોલીસે જણાવ્યું હતું કે, રાહુલે અલગ અલગ હત્યાના ચાર બનાવને અંજામ આપ્યો છે. ઓગસ્ટ ૨૦૧૯ માં તેણે ઝજ્જરમાં એક વ્યક્તિની હત્યા કરી હતી. લોરેન્સ બિશ્નોઈના કહેવા પર, ડિસેમ્બર ૨૦૧૯ માં રાહુલે પંજાબના મનોટમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આવી જ રીતે, ૨૦ જૂન ૨૦૨૦ માં તેણે ભવાનીમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે રાહુલે ૨૪ જૂન, ૨૦૨૦માં ફરીદાબાદના એસજીએમ નગરમાં હત્યા કરી હતી. રાહુલ એનસીઆર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરે છે. હવે ક્રાઇમ બ્રાંચે તેને ઉત્તરાખંડથી ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ અનેક ઘટનાઓમાં તેની સંડોવણી જાહેર કરી છે.SSS