Western Times News

Gujarati News

સલમાન ખાનને પસંદ આવી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ

મુંબઇ, ધ કાશ્મીર ફાઈલ્સ વંટોળની જેમ બોક્સઓફિસ પર તોફાન મચાવી રહી છે. કોરોનાની ત્રીજી લહેર પછી થિયેટરો કર્યો ખુલ્યા બાદ રિલીઝ થયેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સે’ બોક્સઓફિસ પર તરખાટ સર્જ્‌યો છે અને છપ્પરફાડ કમાણી કરી રહી છે. કાશ્મીરી પંડિતોની પીડાને દર્શાવતી આ ફિલ્મે સામાન્ય જનતા જ નહીં સેલિબ્રિટીઝના પણ દિલ જીત્યા છે.

રિતેશ દેશમુખ, સુનિલ શેટ્ટીથી લઈને આમિર ખાન અને અક્ષય કુમાર જેવા બોલિવુડ એક્ટર્સે આ ફિલ્મના વખાણ કર્યા છે. હવે આ યાદીમાં લેટેસ્ટ નામ સલમાન ખાનનું જાેડાયું છે. સલમાને આ ફિલ્મ જાેયા બાદ અનુપમ ખેરને ફોન કર્યો હતો અને વાતનો ખુલાસો ખુદ પીઢ અભિનેતાએ કર્યો છે. વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ સલમાન ખાનને પસંદ આવી છે.

ફિલ્મ જાેયા બાદ સલમાન ખાને જાતે એક્ટર અનુપમ ખેરને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. ટાઈમ્સ નાઉ નવભારત સાથેની વાતચીતમાં અનુપમ ખેરે એ સેલિબ્રિટીઝનો ઉલ્લેખ કર્યો હતો જેમણે ફિલ્મ જાેયા બાદ તેમની સાથે વાત કરી હતી. અનુપમ ખેરે કહ્યું- ‘વ્યક્તિગત રીતે કહું તો સલમાન ખાને ફિલ્મ જાેયા બાદ મને ફોન કરીને શુભેચ્છા આપી હતી. સલમાન ખાન અને અનુપમ ખેરનો સંબંધ ખાસ્સો જૂનો છે.

બોલિવુડના બંને સ્ટાર્સે એકબીજા સાથે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે. ‘હમ આપકે હૈ કોન’, કુછ કુછ હોતા હૈ, જાનેમન, પ્રેમ રતન ધન પાયો વગેરે જેવી કેટલીય ફિલ્મોમાં સલમાન અને અનુપમ ખેર સાથે જાેવા મળ્યા છે. ધ કાશ્મીર ફાઈલ્સની બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી અને સફળતા પર હજી પણ બોલિવુડના કેટલાય મોટા સ્ટાર્સ મૌન સાધીને બેઠા છે.

આ અંગે અનુપમ ખેરે કહ્યું, “જ્યાં સુધી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત છે ત્યાં સુધી મને લાગે છે કે તેઓ આઘાતમાં છે. આવું ક્યારેય થયું નથી. જ્યારે પણ કોઈ ચોંકાવનારી ઘટના બને છે ત્યારે આવું વિચિત્ર રિએક્શન જ હોય છે. ધ કાશ્મીર ફાઈલ્સ’ની કમાણીની વાત કરીએ તો ફિલ્મે ૨૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે અત્યારે સુધી ૨૧૭.૫૦ કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.